કોઈ ચલાવે છે હોટલ તો કોઈની છે ક્લોધિંગ બ્રાન્ડ, ટોચની અભિનેત્રીઓના આ છે સાઈડ બિઝનેસ

બોલીવુડમાં શિલ્પા શેટ્ટીથી લઈને દીપિકા અને અનુષ્કા શર્મા સુધીની અનેક અભિનેત્રીઓ ફિલ્મોની સાથે પોતાનો બિઝનેસ પણ કરે છે. ચાલો જણાવીએ એવી જ અભિનેત્રીઓ વિશે..

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડની ટોચની અભિનેત્રીઓ ફિલ્મોમાં કામ કરીને કરોડોની કમાણી કરે છે. ફિલ્મોની સાથે જાહેરાત અને મોડેલિંગ કરીને પણ તેમને તગડી કમાણી થાય છે. પરંતુ આટલાથી તેઓ અટકતા નથી. બોલીવુડની ટોચની અભિનેત્રીઓનો પોતાનો બિઝનેસ પણ છે. આજે વાત કરીશું ફિલ્મો સિવાયના એક્ટ્રેસિસના સાઈડ બિઝનેસની. બોલીવુડમાં શિલ્પા શેટ્ટીથી લઈને દીપિકા અને અનુષ્કા શર્મા સુધીની અનેક અભિનેત્રીઓ ફિલ્મોની સાથે પોતાનો બિઝનેસ પણ કરે છે. ચાલો જણાવીએ એવી જ અભિનેત્રીઓ વિશે..


 

સુષ્મિતા સેન

1/11
image

સુષ્મિતા સેન એક્ટિંગની સાથે જ્વેલરીના બિઝનેસ સાથે પણ જોડાયેલી છે. આ સાથે સુષ્મિતાનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે.

સની લિયોની

2/11
image

ક્યારેક પોર્ન સ્ટાર રહી ચૂકેલી સની લિયોની ઑનલાઈન એડલ્ટ સ્ટોર ચલાવે છે. જે તેણે 2013માં શરૂ કર્યો છે.આ ભારતનો પહેલો એડલ્ટ સ્ટોર છે.

સોનમ કપૂર આહુજા

3/11
image

બોલીવુડની ફેશનિસ્ટા સોનમ કપૂર બહેન રિયા કપૂરની સાથે ક્લોધિંગના બિઝનેસમાં છે. તેના ફેશન બ્રાંડનું નામ રિહસોન છે.   

શિલ્પા શેટ્ટી

4/11
image

શિલ્પા શેટ્ટી લાંબા સમયથી રેસ્ટોરેન્ટ અને સ્પાના બિઝનેસ સાથે જોડાયેલી છે. આ હૉસ્પિટાલિટી બિઝનેસથી તે કરોડોની કમાણી કરે છે. તે હેલ્થ અને ફિટનેસ સાથે જોડાયેલા વીડિયોઝ પણ બનાવે છે.  

પ્રિયંકા ચોપરા

5/11
image

પ્રિયંકા ચોપરા આંતરરાષ્ટ્રીય સ્તર પર ફિલ્મોમાં કામ કરવાની સાથે પોતાની પ્રોડક્શન કંપની પણ ચલાવે છે. જેનું નામ પર્પલ પેબલ પિક્ચર્સ છે.

લારા દત્તા

6/11
image

મિસ યુનિવર્સ રહી ચુકેલી લારા દત્તાની પોતાની સાડીની બ્રાંડ છે. સાથે જ પરફ્યૂમ લાઈન પણ છે.  

કેટરીના કૈફ

7/11
image

કેટરીનાએ 2019માં પોતાની બ્યૂટી બ્રાન્ડ લૉન્ચ કરી છે. જેનું નામ કે બ્યૂટી છે. કેટરીનાના મેકઅપ બ્રાન્ડને લોકો પસંદ પણ કરે છે.  

કરિશ્મા કપૂર

8/11
image

90ના દાયકાની ટોચની અભિનેત્રી કરિશ્મા કપૂર હાલ તો મોટા પડદાથી દૂર છે. પરંતુ કરિશ્મા કમાણી ખૂબ કરે છે. જે તેની લાઈફસ્ટાઈલ પરથી ખબર પડી જાય છે. કરિશ્મા બેબી ક્લોધિંગ સ્ટોર ચલાવે છે. જ્યાં નાના બાળકોની જરૂરનો દરેક સામાન બને છે.  

દીપિકા પાદુકોણ

9/11
image

ફિલ્મો સિવાય દીપિકા પોતાની ક્લોધિંગ બ્રાન્ડ ઑલ અબાઉટ યૂથી સારી કમાણી કરે છે. આ એક ઑનલાઈન શૉપિંગ સ્ટોર છે જેને દીપિકાએ 2015માં મિંત્રા સાથે મળીને શરૂ કર્યો હતો.  

અનુષ્કા શર્મા

10/11
image

અનુષ્કા શર્માએ નુશ નામથી ક્લોધિંગ લાઈન શરૂ કરી છે. આ સિવાય તે પોતાના ભાઈ સાથે મળીને પ્રોડક્શન હાઉસ ચલાવે છે. જેના બેનર હેઠળ તેણે ફિલ્મો અને વેબસિરીઝ પણ બનાવી છે.  

આલિયા ભટ્ટ

11/11
image

2013માં આલિયાએ સ્ટાઈલ ક્રેકર નામથી એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. જેમાં આલિયાની ટીમ મળીને લોકોને સ્ટાઈલ સેન્સ શિખવે છે. આ સાથે 2020માં આલિયાએ કિડ ફેશન બ્રાંડ પણ શરૂ કરી છે. (image coutrsey: instagram)