સૌથી સસ્તી 7 સીટર કારો માટે બેસ્ટ છે આ 5 ઓપ્શન, કિંમત 10 લાખથી પણ ઓછી
રેનોલ્ટ ટ્રાઇબર
રેનોલ્ટ ટ્રાઇબર સૌથી સસ્તી સેવન સીટર કારોમાંથી એક છે. સેફ્ટીની દ્રષ્ટિએ 4 સ્ટાર રેટિંગવાળી આ કાર 10 વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. સાથે આ કારમાં 999cc નું એન્જિન મળે છે. આ કારની શરૂઆતી કિંમત 5.91 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
મારૂતિ અર્ટિગા
મારૂતિની આ 7 સીટર કાર બેસ્ટ સેલિંગ ફેમેલી કારોમાંથી એક છે. તે કાર પેટ્રોલ અને સીએનજી બંને વિકલ્પમાં હાજર છે. જો કારની એવરેજની વાત કરીએ તો તેનું સીએનજી વેરિએન્ટ 26.11 અને પેટ્રોલ વેરિએન્ટમાં કાર 20.51 સુધીની એવરેજ આપે છે. આ કારની કિંમત 8.41 લાખ રૂપિયા છે.
મહિન્દ્રા બોલેરો
મહિન્દ્રા બોલેરો ભારતની સૌથી પ્રીમિયમ SUV છે. ખાસ કરીને ભારતના ગ્રામીણ વિસ્તારમાં આ કારની ખુબ ડિમાન્ડ જોવા મળે છે. આ કારના ડીઝલમાં તમને 1.5L, 3-સિલિન્ડર, mHawk 75 નું એન્જિન મળે છે. નવી બોલેરો કારમાં મ્યૂઝિક સિસ્ટમ, ડિજિટલ ક્લસ્ટર, એરબેસ, એબીએસ, રિવર્સ પાર્કિંગ સેન્સર જેવા ઘણા સુરક્ષિત ફીચર આપવામાં આવે છે. બોલેરોના BS-6 મોડલની શરૂઆતી કિંમત 9.85 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
કિઆ કેરેન્સ
કિઆની કેરેન્સ વર્તમાન સમયમાં સૌથી ફેમસ સેવન સીટર કારોમાંથી એક છે. આ 7 સીટર કાર ત્રણ એન્જિન ઓપ્શન સાથે માર્કેટમાં હાજર છે. આ કારમાં સ્માર્ટસ્ટ્રીમ 1.5-L પેટ્રોલ, બીજુ સ્માર્ટસ્ટ્રીમ 1.4-L ટી-જીડીઆઈ પેટ્રોલ અને ત્રીજુ 1.5-L સીઆરડીઆઈ વીજીટી ડીઝલ એન્ટિનના વિકલ્પો મળે છે. આ સાથે ત્રણ ટ્રાન્સમિશન વિકલ્પ, જેમાં 6-સ્પીડ મેનુઅલ ટ્રાન્સમિશન, 7 સ્પીડ ડીસીટી અને 6 સ્પીડ ઓટોમેટિક છે. આ કારની શરૂઆતી કિંમત 9.59 લાખ રૂપિયા છે.
મહિન્દ્રા બોલેરો નિઓ
મહિન્દ્રાની બોલેરો ભારતની સૌથી પોપ્યુલર કારોમાંથી એક છે. હવે મહિન્દ્રાએ તેનું અપડેટેડ વર્જન નિઓ માર્કેટમાં ઉતાર્યું છે. બેલોરે નિયો 7 સીટર કાર પાંચ કલર ઓપ્શન અને પ્રીમિયમ ઇટેલિયન ઈન્ટીરિયર્સની સાથે હાજર છે. લેટેસ્ટ ટેક્નોલોજીથી લેસ આ કારની કિંમત 9.29 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે.
Trending Photos