Hollywood ની આ ફિલ્મો પર ભારતમાં મુકાયો હતો પ્રતિબંધ, અલગ અલગ OTT પ્લેટફોર્મ પર થઈ ચુકી છે રિલીઝ

Hollywood Films banned in India: ભારતમાં બોલીવુડની ફિલ્મોનો ક્રેઝ જેટલો છે એટલો જ વધારે હોલીવુડની ફિલ્મોનો ક્રેઝ પણ છે. હોલીવુડની ફિલ્મોમાં એક્શન રોમાન્સ ની સાથે આપત્તિ જનક શબ્દો અને સીન પણ બોલીવુડની ફિલ્મો કરતાં વધારે દેખાડવામાં આવે છે. આવી ઘણી બધી ફિલ્મોને અત્યાર સુધીમાં ભારતમાં રિલીઝ થતા રોકવામાં આવી છે. આજે તમને પાંચ એવી હોલીવુડ ફિલ્મો વિશે જણાવીએ જેને ભારતમાં રિલીઝ કરવા પર પ્રતિબંધ મુકાયો હતો. 

આઈ સ્પિટ ઓન યોર ગ્રેવ

1/6
image

1978 માં આવેલી આ ફિલ્મ ભારતમાં રિલીઝ થઈ શકી નથી. ભારતમાં આ ફિલ્મ રિલીઝ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેનું કારણ છે ફિલ્મની સ્ટોરી અને ફિલ્મમાં દર્શાવેલા દ્રશ્યો. કેમિલ કેટોનની આ ફિલ્મ રેપ અને રિવેન્જ ડ્રામા છે. આ ફિલ્મમાં કેટલાક એવા સીન દેખાડવામાં આવ્યા છે જેના કારણે ભારતમાં તેને રિલીઝ થતા અટકાવી દેવામાં આવી હતી.   

ઇન્ડિયાના જોન્સ એન્ડ ટેમ્પલ ડૂમ

2/6
image

એક્શન એડવેન્ચર ફિલ્મ ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ ટેમ્પલ ડૂમમાં ભારતીય સભ્યતા અને સંસ્કૃતિને ખોટી રીતે દેખાડવાના કારણે રિલીઝ થતા અટકાવવામાં આવી હતી.  

ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે

3/6
image

2015માં રિલીઝ થયેલી આ ફિલ્મને પણ ભારતમાં રિલીઝ કરવાની અનુમતિ અપાઈ નહીં. ફિલ્મનું નિર્દેશન સેમ ટેલરે કર્યું હતું. ફિલ્મમાં ઘણા બધા ઇન્ટીમેન્ટ અને પ્રતાડનાથી ભરેલા સીન હોવાના કારણે સેન્સર બોર્ડે ભારતમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ડર્ટી ગ્રેન્ડપા

4/6
image

રોબર્ટ ડી નેરો અને જેક એફ્રો સ્ટારર ફિલ્મ પણ ભારતમાં રિલીઝ થઈ નથી. આ ફિલ્મના ડાયલોગ અને અશ્લીલતાના કારણે તેને ભારતમાં રિલીઝ કરવાની પરવાનગી ન મળી. સેન્સર બોર્ડે જણાવ્યું હતું કે આ ફિલ્મ ભારતીય દર્શકો માટે યોગ્ય નથી.

ધ હ્યુમન સેંટિપેડ

5/6
image

ધ હ્યુમન સેંટિપેડ ફિલ્મની સ્ટોરી એક જર્મન સર્જનની છે. જે ત્રણ પર્યટકોને કિડનેપ કરી પ્રતાડિત કરે છે. આ ફિલ્મમાં કેટલાક વીભત્સ દેખાડવામાં આવ્યા છે જેના કારણે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ ફિલ્મ પર ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં પણ પ્રતિબંધ મુકાયો હતો.

6/6
image