એ હાલો! ગુજરાતમાં આવી રહ્યું છે ચક્રવાત 'વણઝાર', જતા જતા પણ તહસનહસ કરશે! અંબાલાલની આગાહી

Ambalal Patel Weather Update: ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલની આગાહીમાં હંમેશાં મતભેદ રહ્યાં છે. 1 જૂનથી અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 46 ટકા વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે હાલ ગુજરાત પર કોઈ નવી સિસ્ટમ ન હોવાથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હાલ કોઈ શક્યતા દેખાઈ નથી રહી. 

1/7
image

અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો તેઓએ પાછોતરો વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને 5 ઓક્ટોબર આસપાસ દરિયાકાંઠે પવન જોર વધુ રહેશે. ત્યારબાદ 10 થી 13 ઓક્ટોબર વચ્ચે વરસાદ થશે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેશે. ત્યારબાદ ચક્રવાત ‘વણઝાર’ શરૂ થવાની શક્યતા રહેશે એટલે પાછોતરો વરસાદ થશે.”

2/7
image

અંબાલાલ પટેલે જણાવ્યું કે, 10 ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર બેસે છે. ચિત્રા નક્ષત્રમાં એટલે કે 10 થી 13 ઓક્ટોબરના બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે. જેના કારણે ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થશે. નવરાત્રી દરમિયાન ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. હાથીયો નક્ષત્ર દરમિયાન ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે અને ચિત્રા નક્ષત્રમાં વરસાદી ઝાપટા વધુ રહેશે. ગુજરાતમાં 1 જૂનથી ભારે વરસાદ વરસ્યો છે. 

3/7
image

જોકે, અંબાલાલ પટેલ કહે છે કે “17 અને 18 સપ્ટેમ્બર એક સિસ્ટમ બનશે અને 22 સપ્ટેમ્બર વધુ એક સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે 21 થી 26 સપ્ટેમ્બરના રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ ઝાપટાં પડશે. હજુ વરસાદ ગયો નથી. આ સાથે જ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા પણ છે. 

4/7
image

કહેવાય છે કે આજથી બે દિવસ એટલે કે, 17મી તારીખ સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ એ  હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સિવાય સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ છૂટાછવાયો વરસાદ પડી શકે છે.

5/7
image

18મીથી 21 મી સપ્ટેમ્બર સુધીમાં કચ્છ જિલ્લાનું હવામાન સૂકું એટલે કે ડ્રાય રહેવાની સંભાવના છે. પરંતુ અન્ય જિલ્લાઓમાં ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.  

6/7
image

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે ગુજરાત રિજનમાં (કચ્છ-સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારો) આગામી સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનની વાત કરીએ તો, આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર રિજનના તમામ જિલ્લા કવર છે જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. પાંચમાથી સાતમા દિવસ સુધીમાં સૌરાષ્ટ્ર રિઝનમાં સુકું વાતાવરણ રહેશે.

7/7
image

બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે. આ સિવાય દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે. ખેડૂતોને મોટાપાયે નુક્સાન થયું છે. આગામી દિવસોમાં પાછોતરો વરસાદ થયો તો ભારે તબાહી મચાવી શકે છે. ખેડૂતો માટે ખરીફ સિઝનની કાપણીનો સમય છે. ખરીફ સિઝન સમયે જ ભારે વરસાદથી ખેડૂતોનો ઉભો મોલ બગડે તેવી સંભાવના છે.