Weird Job: કોન્ડોમ ટેસ્ટ કરવાનો અહીં ચૂકવાય છે તગડો પગાર, તો આ કામ માટે પણ લાગે છે લાંબી લાઈનો

સામાન્ય રીતે નોકરી શબ્દ સાંભળતા જ તમે વિચારશો કે જેમાં કામ કરવાના રૂપિયા મળે તેને નોકરી કહેવાય. પરંતુ આ ધારણા તમારી ખોટી સાબીત થશે. કેમ કેટલીક નોકરી એવી છે જેના વિશે સાંભળીને તમે પણ પહોંચી જશે નોકરી મેળવવા.

આમ તો નોકરી તમારી લાયકાત પર મળતી હોય છે. અલગ અલગ નોકરી માટે અલગ અલગ માપદંડ નક્કી કરાયેલા હોય છે. જેમાં તમારા કામ મુજબ તમને પગાર ચૂકવવામાં આવતું હોય છે. પરંતુ કેટલી નોકરી એવી છે જેમાં કામ ના કરવાનો પણ પગાર ચૂકવવામાં આવે છે. ભાડે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ, પ્રોફેશનલ લાઈન સ્ટેન્ડરથી લઈ પ્રોફેશનલ સ્લીપર સુધી અજીબો ગરીબ નોકરીઓ આ દુનિયામાં રહેલી છે. એવી નોકરી છે જેના વિશે તમે પહેલાં કદાચ નહીં સાંભળ્યું હોય. આ નોકરી વિશે જાણીને તમે પણ કહેશો કે મને કેમ આવી નોકરી નથી મળી.

ભાડે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડની નોકરી

1/6
image

માણસની હુંફને સૌથી મોટું સુખ માનવામાં આવે છે. જો તમારી પાસે કોઈ એવું વ્યક્તિ નથી જે તમને પ્રમનો અહેસાસ કરાવી શકે. તો હવે ચિંતા ના કરતા કેમ દુનિયામાં આવી પણ નોકરી છે જેમાં બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ ભાડે મળી શકે. એક કલાકના 8  હજાર રૂપિયા ચૂકવીને તમે પ્રેમ આપી શકે તેવા વ્યક્તિની શોધ કરી શકો છો. આ સર્વિસ ઘણી બધી કંપનીઓ આપે છે. જેમાં એવું વાતાવરણ આપવામાં આવે છે જેમાં ગ્રાહકને સુરક્ષિત ફિલ થાય.

લાઈનમાં ઊભા રહેવા માટે માણસ જોઈએ છે

2/6
image

જો તમને લાઈનમાં ઊભા રહેવું પસંદ હોય તો તમારા માટે નોકરીની તક છે. આ નોકરી એવી છે જેમાં તમારે માત્ર લાઈનમાં જ ઊભા રહેવાનું છે. એક સપ્તાહના 70 હજાર પગાર ચૂકવી પ્રોફેશનલ લાઈન સ્ટેન્ડરને નોકરી પર રાખવામાં આવે છે. જેમાં કોઈ પણ વસ્તુ કે ટિકિટ માટે લાઈનમાં ઊભા રહેવાનો સમાવેશ થાય છે.

કોન્ડોમ ટેસ્ટર

3/6
image

ઓસ્ટ્રેલિયામાં ડ્યુરેક્સ ક્ંપની કોન્ડોમ ટેસ્ટર માટે તગડો પગાર ચૂકવે છે. કંપની 200 જેટી પોસ્ટ કોન્ડોમ ટેસ્ટરની ભરે છે. જેમમાં એક કોન્ડોમના ટેસ્ટ કરવા માટે 4 હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે. જેમાં નોકરી કરનારે કોન્ડોમનો ઉપયોગ કરવાનો રહે છે.

આઈસક્રીમ ટેસ્ટરની નોકરી

4/6
image

જો તમને આઈસ્ક્રીમ ખુબ જ પસંદ હોય તો તમને સરળતાથી નોકરી મળી શકે છે. આ નોકરીમાં તમારે અલગ અલગ પ્રકારના આઈસક્રીમનો ટેસ્ટ કરી તેનું નામ આપવાનું હોય છે. ઘણી આઈસક્રીમ કંપનીઓ આવી નોકરી માટે લોકોની ભરતી કરે છે.

ઊંઘવાનો પણ મળી શકે છે પગાર

5/6
image

આ નોકરી આળસુ લોકો માટે છે. જેમાં તમને ઊંઘવા માટે પર રૂપિયા મળે છે. નાસા જેવી સંસ્થા પ્રોફેશનલ સ્લીપરને ભાડે રાખે છે. આવા લોકો પર તેઓ સાયન્ટિફિક ટેસ્ટિંગ કરે છે. જેના માટે લોકોને સારા એવા રૂપિયા પણ ચૂકવે છે. એક વર્ષ ઊંઘવાના 40 લાખ રૂપિયા સુધી ચૂકવવામાં આવે છે.

6/6
image

આ તમામ નોકરી ઓ માટે પણ કેટલાક માપદંડ હોય છે. જેમાં કંપની કે નોકરી પર રાખનારીની જરૂરિયાત પર  આધાર હોય છે. જરૂરિયા મુજબના ગુણ હોય તો તમને પણ આવી નોકરીઓ મળી શકે છે.