કાંચિડાના બદલાતા રંગ પણ આપે છે આ ખાસ સંકેત, જાણો શું હોય છે તેનું મહત્વ

તમે કાંચિડાને હંમેશા અલગ અલગ રંગમાં જોયા હશે. કોઈ લીલા રંગનો તો કોઈ લાલ રંગનો હોય છે. પરંતુ આ રંગ બદલવાના પાછળ છે એક ખાસ કારણ. કોઈ વ્યક્તિ વાત પરથી વારંવાર પલટી મારે તો આપણે કહીએ છીએ કે કાંચિડાની જેમ રંગ ના બદલ. પરંતુ ખરેખર આ વાત અને કાંચિડાના રંગ બદલવાને કોઈ નિશ્બત નથી. કાંચિડાના રંગ બદલાવા પાછળ એક ખાસ કારણ હોય છે. પહેલાં તો તમે એ જાણી લો કે કાંચિડો માત્ર રંગ જ નહીં પણ પોતાની ચમક પણ બદલવામાં માહિર હોય છે. તમને પૂછવામાં આવે કે કાંચિડાના કેટલા રંગ હોય છે તો તમે તરજ જ ફટફટ બોલવા લાગો છો. પરંતુ તમને એ ખ્યાલ નહીં હોય કે તે રંગ કેમ બદલે છે, તેનું રહસ્ય શું છે.

કાંચિડાને કુદરતે આપી છે બક્ષીસ

1/5
image

દરેક પ્રાણીઓમાં એક ખુબી હોય છે. તેવી જ રીતે કાંચિડામાં પણ રંગ બદલવાની કુદરતી કલા હોય છે. કાંચિડો પોતાની સુરક્ષા માટે રંગ બદલી શકે છે. ખતરાથી બચવા માટે કાંચિડાને આવું કરવું પડે છે.  

રંગ બદલી શિકારીને આપે છે માત

2/5
image

મોટા ભાગે શિકારીથી બચવા કાંચિડો પોતાના શરીરનું રંગ બદલી નાખતો હોય છે..કાંચિડો જ્યાં બેઠો હોય તે જગ્યાના અને આસપાસની વસ્તુઓ મુજબ પોતાનો રંગ બદલી નાખે છે. જેથી શિકારીની નજરમાં કાંચિડો આવતો નથી. આમ શિકારી પ્રાણીઓથી બચવા  કાંચિડાની આ કળા કારગત સાબિત થાય છે.

રંગ બદલવા પાછળ છે વૈજ્ઞાનિક તારણ

3/5
image

એક સંશોધનમાં સામે આવ્યું છે કે કાચિંડો પોતાની આક્રમકતા, ગુસ્સો, અન્ય કાચિંડા પ્રત્યેનો પોતાનો મૂડ બતાવવા રંગ બદલે છે. સાથે જ રંગ બદલી સાંકેતીક ભાષામાં પોતાની લાગણી પણ વ્યક્ત કરે છે. સંશોધનમા બતાવામા આવ્યુ છે કે કાચિંડો ફક્ત પોતાના રંગો જ નહી પોતાની ચમક પણ બદલે છે.

રંગની સાથે કદ પણ બદલે છે કાંચિડો

4/5
image

કોઈ ખતરો લાગે તો કાંચિડો તરજ પોતાના  રંગની સાથે કદ પણ બદલી નાખે છે. ફૂલીને પોતાા કદને વિશાળ કરવાની ખાસ કળા કાંચિડા પાસે રહેલી છે. જીવ વૈજ્ઞાનિકોના મત મુજબ રંગ બદલાવા પાછળ કાચિંડો એક શારીરિક પ્રક્રિયા ધરાવે છે. કાચિંડો વાતાવરણ અનુસાર રંગ બદલે છે. કારણ કે તેની ત્વચા પર ફોટોનિક ક્રિસ્ટલ નામનુ એક સ્તર હોય છે.

ફોટોનિક ક્રિસ્ટર બદલે છે ચમક

5/5
image

પ્રકાશના પ્રતિબિંબથી ફોટોનિક ક્રિસ્ટર સ્તર પર અસર થતી હોય છે. જેથી કાંચિડાનો રંગ બદલાયેલો લાગે છે. જયારે કાચિંડો શાંત હોય ત્યારે ક્રિસ્ટલ પ્રકાશના વાદળી તરંગને પરિવર્તિત કરે છે. પરંતુ જ્યારે કાંચિડો ઉત્સાહમાં હોય ત્યારે સ્ફટિકોનુ સ્તર વધી જતા પીળા અને લાલ રંગને પરાવર્તિત કરે છે. આમે અલગ અલગ ઋતુ મુજબ રંગ બદલી કાંચિડો પોતાનું રક્ષણ કરે છે.