Corona કાળમાં પણ સિતારાઓનો ઠાઠ, કોઈએ લીધી લક્ઝુરિયસ કાર તો કોઈએ બનાવ્યું આલીશાન ઘર

વર્ષ ૨૦૨૦ને કોઈ યાદ રાખવા નથી માગતું. કોરોના મહામારી અને મંદીના ભરડાથી સૌ કોઈને કમર તુટી ગઈ છે.પરંતુ કેટલા અભિનેતાઓ છે જેમના કોરોના કાળમાં પણ ઠાઠ જરા પણ ડીમ નથી પડ્યા

કોઈ એવો વ્યવસાય નથી જેને કોરોનાની અસર ન નળી હોય.જેમાંથી બોલિવુડ પણ બાકાત નથી.કેટલાક કલાકારો તો બેરોજગાર થઈ રસ્તા પર આવી ગયા.તો કેટલાકે અભિનય છોડી વ્યવસાયને પકડી લીધો છે પરંતુ કેટલાક એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે જેમને કોરોના કાળ પણ ફળ્યું. બોલીવુડના કેટલાક સ્ટાર્સને કોરોનામાં કોઈ જ વાંધો નહોતો આવ્યો.લોકડાઉનના કારણે મોટા ભાગના બોલીવુડ સ્ટાર્સ આર્થિક સંકટના ભરડામાં આવી ગયા હતા. ફિલ્મ અને ટીવી ઉદ્યોગ ઠપ થઈ ગયા હતા. છતા કેટલાક એવા સિતારા છે જેમને આ આર્થિક સંકટ ન અડ્યુ્ં.કેટલાક એવા સિતારા છે જેમને કોરોના કાળમાં જ લક્ઝરી બંગલાથી લઈને લક્ઝરી કારો પોતાના માટે ખરીદી હતી.

પૂજા હેગડે

1/6
image

હાલમાં બોલીવુડ અભિનેત્રી પૂજા હેગડે(Pooja Hegde)એ મુંબઇના બાંદરાના પરામાં એક ફ્લેટ ખરીદી પોતાને ભેટ આપી.પૂજા  હેગડેએ બાંદરામાં સી ફેસિંગ ત્રણ બેડરૂમનો એક અપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ ઘરની પસંદગીથી લઇ તેની સજાવટ, ઇન્ટિરિયર ડેકોરેશન વગેરે પૂજાએ પોતાની રીતે જ કર્યું છે.

નેહા કક્કર

2/6
image

બોલિવૂડ સિંગર નેહા કક્કર(Neha Kakkar)એ પણ અભિનેતાથી પાછળ નથી.ઋષિકેશમાં બાળપણ વિત્યું હોવાથી કોરોના કાળમાં અહીં જ નેહા કક્કરે પોતાના સપનાનું ઘર લીધું.એટલું નહીં પણ કોરોનાના વર્ષમાં જ  નેહાએ ઓડી કાર પણ ખરીદી.

હૃતિક રોશન

3/6
image

હૃતિક રોશન (Hrithik Roshan)ને કોરોના સકંટ વચ્ચે બે ફ્લેટ ખરીદ્યા. 14 અને 15માં માળે આવેલા આ ફ્લેટમાંથી સિધો જ સમુદ્રનો વ્યુ જોવા મળે છે. હૃતિક રોશને આ બંને ફ્લેટ્સ 97 કરોડમાં ખરીદ્યા.અને પરિવાર સાથે તેમા રહેવા માટે સિફ્ટ થયો હતો.

અરશદ વારસી

4/6
image

કોરોના કાળમાં ભલે ફલ્મો રિલીઝ નહોંતી થઈ પણ વેબ સિરીઝના માધ્યમથી અભિનેતા અરશદ વારસી(Arshad Warsi) ચમક્યો હતો. તેઓએ ગોવામાં એક વૈભવી વિલા ખરીદ્યો. તેનો વિલા પ્રાઈમ લોકેશન પર સ્થિત છે, જેની કિંમત કરોડોમાં છે.

આલિયા ભટ્ટ

5/6
image

અભિનેત્રી આલિયા ભટ્ટ(Alia Bhatt) મુંબઈના બાંદ્રામાં એક લક્ઝુરિયસ ફ્લેટની મલિક બની હતી. આલિયાએ 2,460 ચોરસ ફૂટમાં બનેલા આ ફ્લેટ માટે 32 કરોડનો ખર્ચ કર્યો હતો.મહત્વનું છે બોલિવૂડ એક્ટર્સ તેમની ફિલ્મોની સાથે વિવિધ કંપનીઓમાં રોકાણ, જાહેરાત, ફોટોશૂટ અને સોશિયલ મીડિયા શેયરિંગના માધ્યમથી કમાણી કરતા હોય છે.ત્યારે ફોર્બ્સ 2019ના રિપોર્ટ મુજબ આલિયા ભટ્ટે વર્ષે 59.21 કરોડ રૂપિયાની કમાણી કરે છે.એટલે કોરોના કાળમાં પણ ૩૨ કરોડની જંગી રકમનું આલિયાએ ફ્લેટ ખરીદ્યું.

અજય દેવગણ

6/6
image

કોરોના કાળમાં અજય દેવગણ(Ajay Devgn)ની માત્ર એક ફિલ્મ ‘તનાજી’ રિલીઝ થઈ હતી.ફિલ્મો ભલે ઓછી થઈ પરંતુ અજય દેવગણની જીવનશૈલીના ઠાઠ બિલકુટ ઓછા નથી થયા.કોરોના કાળમાં જ અજય દેવગણે એક કરોડની કિંમતની BMW X7 કાર ખરીદી.