ભારતના આ ક્રિકેટ સ્ટેડિયમને નડ્યો હતો વાસ્તુદોષ, આપણે ઘરઆંગણે હાર્યા હતા અનેક મેચ
જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે પણ કોઈ પ્રકારની તકલીફ આવે છે, તો દરેક વ્યક્તિ ભગવાનની શરણમાં જઈ પહોંચે છે. ધંધો હોય કે નોકરી, કે પછી પરીક્ષા હોય કે પ્રેમ, બધામાં જ ભગવાન પાસે પ્રાર્થના કરવાની જરૂર પડે છે. પરંતુ એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમની અંદર મંદિર હોવું અજીબ લાગે છે ને. ઉપ્પલના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઘૂસતા જ તમને એક એવું મંદિર જોવા મળશે. આ સ્ટેડિયમમાં હાલ ભારત અને વેસ્ટ ઈન્ડીઝની વચ્ચે બીજી મેચ ચાલી રહી છે.
આ ઘરેલુ ટીમો માટે અશુભ મેદાન સાબિત થઈ રહ્યું હતું. ત્યારે સામે આવ્યું કે, અહીં વાસ્તુદોષ છે. ભગવાન ગણેશ વાસ્તુશાસ્ત્રના દેવતા છે. તમે 2011ના બાદ રેકોર્ડ જોઈ લો, ભારતીય ટીમ અહીં ક્યારેય હારી નથી. આંકડાના અનુસાર, ભારતે આ મેદાન પર પોતાની પહેલી ઈન્ટરનેશનલ મેચ 2005માં રમી હતી. દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ વનડે મેચમાં ભારત પાંચ વિકેટથી હારી ગયું હતું. તેના બાદ ભારતીય ટીમ 2007 અને 2009માં ઓસ્ટ્રેલિયાથી પણ હારી ગઈ હતી.
આમ, તો કોઈનું પણ ધ્યાન આ તરફ જતું નથી, પરંતુ મેચ દરમિયાન હંમેશા આ મંદિર તરફ લોકોની નજર પહેલા પડી જાય છે. સ્ટેડિયમમાં આ મંદિર હોવા પાછળ પણ રોમાંચક કહાની છે. આ મંદિરનું નિર્માણ 2011માં કરવામાં આવ્યું હતું. કેમ કે, ભારતીય ટીમ અને આઈપીએલની તત્કાલીન સ્થાનિક ફ્રેન્ચાઈઝી ડેક્કન ચાર્જર્સ આ મેદાન પર જીતી રહ્યા ન હતા.
ભારતે 14 ઓક્ટોબર, 2011નો રોજ આ ગ્રાઉન્ડ પરથી ઈંગ્લેન્ડને હરાવી હતી. તેમજ શ્રીલંકાને પણ છ વિકેટથી પરાજિત કરી હતી. આ રીતે 2010માં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ આ મેદાન પર રમવામાં આવેલ પહેલી ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી. તેના બાદ ભારતે અહીંથી જે ત્રણ ટેસ્ટ મેચ રમી, તે તમામમાં જીત મેળવી. વર્તમાન ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડીઝની શરૂઆત જોઈને લાગે છે કે, આ ક્રમ આગળ પણ ચાલુ રહેશે. તમને જાણીને આશ્ચર્ય લાગશે, કે આ મંદિરમાં કેટલાક ક્રિકેટર્સ પણ આવીને માથુ ટેકવે છે. મહેન્દ્ર સિંહ ધોની અહીં આવીને ભગવાન ગણેશના આર્શીવાદ લેતા હતા. આ સિવાય કર્ણ શર્મા પણ અહીં આવતા હતા.
Trending Photos