Telangana Chunav Result: કોંગ્રેસના ગેમચેંજર નેતા, જેણે તેલંગાણામાં બદલી દીધી પાર્ટીની તકદીર

Telangana Election 2023: રવિવારે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ટ્રેન્ડ મુજબ રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર હારતી જોવા મળી રહી છે. જ્યારે જે રાજ્યમાં એક્ઝિટ પોલમાં કોંગ્રેસની જીતતી જોવા મળતી હતી, તે વાત સાચી સાબિત થતી જોવા મળી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ તેલંગાણાની. કોંગ્રેસે તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવના દાયકાના શાસનને ઉથલાવી દીધુ છે. સમાચાર લખાય છે ત્યાં સુધી ટ્રેન્ડમાં કોંગ્રેસ 65 સીટો પર આગળ છે. જ્યારે શાસક ભારત રાષ્ટ્ર સમિતિ 3 બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપ 10 સીટો પર આગળ છે. જ્યારે AIMIM ચાર બેઠકો પર આગળ છે. અન્યના ખાતામાં 2 બેઠકો છે.

1/7
image

પરંતુ દક્ષિણ ભારતના આ રાજ્યમાં કોંગ્રેસની જીતની સ્ક્રિપ્ટ કોણે લખી? ચાલો જાણીએ. કર્ણાટક બાદ વધુ એક દક્ષિણ ભારત રાજ્યમાં જીત પાછળ નાયક 54 વર્ષના તેલંગાણાના કોંગ્રેસના અધ્યક્ષ રેવંત રેડ્ડીને માનવામાં આવી રહ્યા છે. જેમણે આ રાજ્યમાં પાર્ટીનું નસીબ બદલી નાખ્યું.

2/7
image

રેવંત રેડ્ડીની કામ કરવાની સ્ટાઇલના કારણે પાર્ટીમાં વિવિધ સ્તરે તેમના ઘણા વિરોધીઓ હતા. એટલું જ નહીં, તે ટ્રેંડમાં બીઆરએસના ગઢ કામરેડ્ડીમાં મુખ્યમંત્રી કેસીઆર વિરુદ્ધ આગળ છે.

3/7
image

રેવંત રેડ્ડીએ વર્ષ 2017માં કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા. આ પહેલા તેઓ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલમાં મલકજગીરીથી લોકસભા સાંસદ છે. તેઓ આ પહેલા ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીના ધારાસભ્ય રહી ચૂક્યા છે.

4/7
image

વર્ષ 2021માં જ્યારે તેમને તેલંગાણામાં કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારે તેઓ જમીન પર વધુ જોવા મળ્યા હતા. તેઓ બીઆરએસ સરકાર સામે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા અને મુદ્દાઓને જોરદાર રીતે ઉઠાવ્યો.

5/7
image

કર્ણાટકમાંથી બોધપાઠ લઈને કોંગ્રેસ પાર્ટીએ રેવંત રેડ્ડીને વિરોધ છતાં ટેકો આપ્યો. રેડ્ડીને પાર્ટીના મોટા ચહેરા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે મોટી રેલીઓને સંબોધિત કરી હતી અને ઘણીવાર વિવિધ પ્રસંગોએ પાર્ટી હાઈકમાન્ડ સાથે જોવા મળતા હતા.

6/7
image

કેસીઆર સામે રેડ્ડીને મેદાનમાં ઉતારવા પાછળનો કોંગ્રેસનો હેતુ તેમની ઈમેજનો લાભ લેવાનો હતો. હવે તે કામરેડ્ડીમાં કેસીઆરથી આગળ છે. આ સિવાય રેડ્ડી બીજી સીટ કોડંગલથી પણ આગળ ચાલી રહ્યા છે. જ્યારે કેસીઆર પણ અન્ય સીટ ગજવેલથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાંથી તેઓ આગળ ચાલી રહ્યા છે.

7/7
image

ચૂંટણી પહેલા જ્યારે રેવંત રેડ્ડીને પૂછવામાં આવ્યું કે જો કોંગ્રેસ જીતશે તો શું તેઓ મુખ્યમંત્રી બનશે? આના જવાબમાં તેમણે કહ્યું હતું કે પાર્ટીમાં સ્ક્રીનિંગ કમિટી અને CWC છે, જે મુખ્યમંત્રી અંગે નિર્ણય લેશે. કોંગ્રેસમાં દરેક બાબતની એક પ્રક્રિયા છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે મારે હાઈકમાન્ડના આદેશનું પાલન કરવું પડશે.