માત્ર 20 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદો આ Top 5G Smartphones, જુઓ ફોનના શાનદાર ફીચર્સ
5Gના લોન્ચિંગની તારીખ નજીક આવી રહી છે. ત્યારે લોકો પણ 5G સ્માર્ટફોનનો ઉપયોગ કરી હાઈસ્પીડ ઈન્ટરનેટ વાપરવાની રાહ જોઈ રહ્યાં છે. લોકો 5Gનો વપરાશ કરી શકે તે માટે અમે તમને જણાવીશું 5 એવા સ્માર્ટફોન જેની કિંમત 20,000 અથવા તેનાથી ઓછી છે.
નવી દિલ્લીઃ દેશમાં 5G કનેક્ટિવિટી માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. દેશમાં 12 ઓક્ટોબરના 5G સેવા શરૂ થઈ જશે. આવી સ્થિતિમાં, આ સેવાનો લાભ લેવા માટે તમારે 5G કનેક્ટિવિટી સાથેના સ્માર્ટફોનની જરૂર પડશે. છેલ્લા બે વર્ષમાં, સ્માર્ટફોન માર્કેટમાં 5G કનેક્ટિવિટીવાળા ઘણા ફોન લૉન્ચ કરવામાં આવ્યા છે, અને હવે પણ શાનદાર સ્પેસિફિકેશનવાળા ઘણા ફોન લૉન્ચ થઈ રહ્યા છે. જો તમે પણ 20,000 રૂપિયાથી ઓછી કિંમતના 5G ફોનની કિંમત શોધી રહ્યા છો તો આ રિપોર્ટ તમારા માટે છે. આ રિપોર્ટમાં અમે તમને 20,000 રૂપિયાથી ઓછામાં સારા સ્પેસિફિકેશનવાળા 5G ફોન વિશે જણાવીશું.
Samsung Galaxy M33 5G-
આ ફોનની શરૂઆતી કિંમત 19,000 રૂપિયા છે. આ ફોનમાં 6.6 ઈંચ FHD+ ડિસ્પ્લે અને Exynos 1280 Octa Core પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં 6GB-128GB અને 8GB-128GB વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. આ ફોનમાં 50MP ક્વોડ કેમેરા સેટઅપ છે. જ્યારે સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરો ઉપલબ્ધ છે. ઉપરાંત, ફોનમાં 6,000mAh બેટરી અને 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.
Realme 9 5G Speed Edition-
Realme 9 5G SE Android 11 પર આધારિત ફોન છે. જેમાં 6.6-ઈંચ FHD+ ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 778G પ્રોસેસર છે. ફોન 8 GB સુધીની LPDDR4X રેમ સાથે 5 GB સુધી એક્સપાન્ડેબલ રેમને સપોર્ટ છે. Realme 9 5G SEમાં 48MP ત્રિપલ રીયર કેમેરો છે. જ્યારે સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરો મળે છે. ઉપરાંત, ફોનમાં 5000mAh બેટરી અને 18W ઝડપી ચાર્જિંગ માટે સપોર્ટ છે. આ ફોનની પણ શરૂઆતી કિંમત 19,999થી ચાલું થાય છે.
OnePlus Nord CE 2 Lite 5G-
OnePlusનો Nord CE 2 Lite 5G કંપનીનો સૌથી ઓછી કિંમતનો 5G સ્માર્ટફોન છે. OnePlus Nord CE 2 Lite 5Gમાં 6.5-ઈંચની FHD+ ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 695 પ્રોસેસર છે. ફોનમાં 8 GB સુધીની LPDDR4X રેમ સાથે 128 GB સ્ટોરેજ છે. ફોનમાં 64 MP ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. જ્યારે સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ઉપરાંત, ફોનમાં 5000mAh બેટરી અને 33W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. આ ફોનની કિંમત 19,999થી ચાલું થાય છે.
Moto G62 5G-
Moto G62 5G પણ 20 હજારથી ઓછામાં સારો વિકલ્પ છે. આ ફોનમાં 6.5 ઈંચની FHD+ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 695 પ્રોસેસર છે. ફોનમાં 8 GB સુધીની રેમ સાથે 128 GB સુધીની સ્ટોરેજ છે. ફોનમાં 50MP ટ્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. જ્યારે સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરો ઉપલબ્ધ છે. ઉપરાંત, ફોનમાં 5,000mAh બેટરી અને 20W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.
Redmi Note 11 pro plus-
આ ફોનની શરૂઆતી કિંમત 20,000 રૂપિયા છે. આ ફોનમાં 6.67 ઈંચની FHD+ એમોલેડ ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 695 પ્રોસેસર છે. ફોનમાં 8 GB સુધીની રેમ સાથે 256 GB સુધીની સ્ટોરેજ ઉપલબ્ધ છે. ફોનમાં 108MP ત્રિપલ રિયર કેમેરા છે. જ્યારે ફ્રન્ટમાં 16-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો ઉપલબ્ધ છે. ફોનમાં 5000mAh બેટરી અને 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
Trending Photos