ઓછા ખર્ચમાં આખો ઉનાળો ચાલશે AC, આ 5 સેટિંગ કરવાથી બચશે હજારો રૂપિયાનું બિલ
AC Power Consumption: હાલ ઉનાળો ચાલે છે, તો આવી કાળઝાળ ગરમીથી રાહત મેળવા દરેકની એસીની જરૂર પડે છે. પણ એસીનું બિલ બહુ આવતું હોવાની ઘણાં લોકોની ફરિયાદ હોય છે. આ સ્થિતિમાં ઓછા બિલમાં એસી કઈ રીતે વાપરવું એ જાણવા માટે જાણી લો આ જાદુઈ ટ્રિક્સ.
જો તમે ACનો સતત ઉપયોગ કરો છો તો તાપમાનને 24°C થી 26°C વચ્ચે સેટ કરો. આમ કરવાથી ઉર્જાનો વપરાશ ઓછો કરી શકાય છે. તમને જણાવી દઈએ કે તાપમાનમાં દર 1 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો કરવાથી પાવર વપરાશ 6% વધી શકે છે.
જો તમે એર ફિલ્ટરને નિયમિતપણે સાફ રાખો છો, તો ચોક્કસ પાવર ઓછો વપરાશે. ગંદા ફિલ્ટર એરફ્લો ઘટાડે છે અને પાવર વપરાશમાં વધારો કરે છે.
રાત્રે સ્લીપ મોડનો ઉપયોગ કરો, તે તાપમાનમાં થોડો વધારો કરે છે અને પાવર વપરાશ ઘટાડે છે. આ સ્થિતિમાં પાવરનો વપરાશ ઓછો થશે.
જો તમે ACની ફેન સ્પીડ વધુ સેટ કરીને રાખો છો, તો વધુ પાવરનો વપરાશ થાય છે. આવી સ્થિતિમાં, તમારે પાવરનો વપરાશ ઘટાડવા માટે એસીના ફેનની સ્પીડ ઓછી રાખવી જોઈએ.
જ્યારે તમે રૂમમાં ન હોવ અથવા ટાઈમરનો ઉપયોગ કરો ત્યારે AC બંધ કરો. આ રીતે તમે ઉર્જાનો વપરાશ ન્યૂનતમ રાખી શકો છો.
Trending Photos