શ્રીલંકા સીરીઝ પહેલાં બદલાઇ ગઇ ટીમ ઇન્ડીયાની જર્સી, નવી ડ્રેસના સામે આવ્યા ફોટા
Team India New Jersey: ટીમ ઈન્ડિયા વર્ષ 2023ની પ્રથમ સીરીઝ શ્રીલંકા વિરૂદ્ધ રમવા જઈ રહી છે. બંને ટીમો વચ્ચે 3 જાન્યુઆરીથી ત્રણ T20 મેચોની સીરીઝ રમાશે. આ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાની જર્સીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં એક નવા ટાઈટલ સ્પોન્સર સાથે મેદાનમાં ઉતરવાની છે, જેની તસવીરો પણ સામે આવી છે.
ટીમ ઈન્ડિયા (Team India) ની જર્સી પર લાંબા સમયથી MPL લોગો જોવા મળતો હતો, પરંતુ નવા વર્ષની શરૂઆત સાથે જ ભારતીય ટીમની જર્સી પરથી MPL લોગો હટાવી દેવામાં આવ્યો છે.
ભારતીય ટીમની જર્સીની ટાઈટલ સ્પોન્સર હવે MPLને બદલે કિલર બ્રાન્ડ બની ગઈ છે. ટીમ ઈન્ડિયા હવે કિલર બ્રાન્ડના લોગોની જર્સી સાથે મેદાન પર દેખાશે.
જાદુઈ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) ટીમ ઈન્ડિયા (Team India) ની નવી જર્સી સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટામાં કિલર બ્રાન્ડનો લોગો સ્પષ્ટ દેખાય છે.
તમને જણાવી દઈએ કે બંને ટીમો વચ્ચે રમાયેલી આ T20 સિરીઝમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહ્યો છે, જ્યારે સૂર્યકુમાર યાદવને આ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
આ સીરીઝની પ્રથમ મેચ (IND vs SL 1st T20) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ટી20 સીરીઝ બાદ બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સીરીઝ પણ રમાવાની છે.
Trending Photos