Teacher's Day 2022: બોલીવુડની આ હસ્તીઓને શિક્ષણ સાથે ગાઢ સંબંધ, એક્ટર બનતા પહેલા ટીચર હતા આ સ્ટાર્સ

Teacher's Day 2022: દર વર્ષે 5 સપ્ટેમ્બરે ભારતમાં ટીચર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક દિવસ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે. બોલીવુડથી લઈને ટોલીવુ઼ડમાં ટીચરની ભૂમિકા પર ઘણી ફિલ્મો બની ચુકી છે. રાની મુખર્જીથી લઈને જ્યોતિકા પડદા પર શિક્ષકની શાનદાર ભૂમિકા નિભાવી ચુક્યા છે. પરંતુ શું તમે જાણો છો કો બી ટાઉનમાં એવા ઘણા સ્ટાર્સ છે જે ફિલ્મોમાં આવતા પહેલા શિક્ષક હતા. આ સ્ટાર ટીચરે ઘણા વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું છે. 

નંતિદા દાસ

1/4
image

નંદિતા દાસ હિન્દી સિનેમાથી લઈને પ્રાદેશિક ભાષાઓમાં પોતાના શાનદાર અભિનય માટે જાણીતે છે. ફિલ્મોમાં કામ સિવાય તે થિએટર પણ કરે છે. તમને જણાવી દઈએ કે એક્ટિંગ પહેલા નંદિતા દાસ ઋષિ વેલી સ્કૂલમાં ભણાવતી હતી. પોતાના અભ્યાસ બાદ અભિનેત્રીએ ટીચિંગ લાઇનમાં કરિયર બનાવવાનું શરૂ કર્યું હતું.   

અક્ષય કુમાર

2/4
image

બોલીવુડ સુપરસ્ટાર અક્ષર કુમારે ફિલ્મોમાં આવતા પહેલા ઘણા કામ કર્યાં છે. અક્ષય કુમારે બેંગકોકમાં માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ લીધી હતી. ઈન્ડિયામાં તેમણે માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ આપી હતી. તેમણે પોતાના સ્ટૂડન્ટ્સને માર્શલ આર્ટ્સના પાઠ શીખવ્યા હતા. તેમ કહેવામાં આવે છે કે અક્ષય કુમાર પોતાના એક સ્ટૂડન્સને કારણે મોડલિંગમાં આવ્યો અને ત્યારબાદ ફિલ્મોમાં કામ કર્યું.   

અનુપમ ખેર

3/4
image

અનુપમ ખેર હિન્દી સિનેમાના જાણીતા સ્ટાર છે. અનુપમ ખેરે બી ટાઉનમાં પોતાની ઓળખ લાંબા સંઘર્ષ અને એક્ટિંગના દમ પર બનાવી છે. અનુપમ ખેરે પોતાની એક્ટિંગ સ્કૂલ ઓપન કરી છે જેમાં તેઓ યંગ લોકોને એક્ટિંગના પાઠ ભણાવે છે.   

કાદર ખાન

4/4
image

બોલીવુડના દિવંગત એક્ટર કાદર ખાન પોતાની કોમેડી માટે જાણીતા હતા. આજે પણ ફિલ્મોમાં તેમની કોમેડીને ખુબ પસંદ કરવામાં આવે છે. કાદર કાન પણ એક્ટર પહેલા ટીચર હતા. પોતાના અભ્યાસ બાદ તેઓ સિદ્દીક કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં પ્રોફેસર હતા. પરંતુ તેમનું મન એક્ટિંગમાં હતું તેવામાં તેમણે ફિલ્મોમાં કામ કરવા માટે ટીચરની જોબ છોડી દીધી હતી.