ઉનાળામાં લાઈટ બિલની ચિંતામાંથી છુટકારો મેળવવો છે, તો અપનાવો આ 5 ટ્રીક!
નવી દિલ્લીઃ ગરમી શરૂ થઈ ગઈ છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઘરમાં એસી અને કુલર ચલાવતા હોય છે...પરંતુ આ વચ્ચે બિલની ચિંતામાં પણ હોય છે...આખો દિવસ એસી અને કુલર ચાલુ રાખવાથી બિલ આસમાને પહોંચે છે.. વધારાના બિલમાંથી છુટકારો મેળવવા માટે કેટલીક સરળ ટ્રિક્સ વિશે જણાવીશું..જેથી તમારે એસી અને કુલર ચલાવતા પહેલા વધારે વિચારવું નહીં પડે.
આ છે બેઝિક ટ્રીક
જો તમે ગરમીમાં એસી અને કુલરનો પૂરેપૂરો લાભ લઈને વીજળી અને લાઈટ બિલ ઘટાડવા માંગતા હોય તો આ બેઝિક ટ્રીક અનુસરવી પડશે જી હાં કોઈ પણ ઈલેક્ટ્રિક વસ્તુનો ઉપયોગ કર્યા પછી ઉપકરણો બંધ કરવાનું ભુલશો નહીં..ઘણીવાર એવું બને છે કે ફોન ચાર્જ કર્યા પછી અથવા ટીવી જોયા પછી તમે પ્લગ ચાલુ રાખો છે...
ACના સેટિંગમાં આપો ધ્યાન
ગરમીમાં AC 24 ડિગ્રી પર ચલાવો છો, તો વધુ વીજળી નહીં બળે.જેથી તમારું વીજળીનું બિલ ઓછું આવશે.. આ ઉપરાંત તમે ટાઈમરનો પણ ઉપયોગ કરી શકો છો. ACના સેટિંગમાં ફેરફાર કરીને તમે દર મહિને ચાર હજાર રૂપિયા બચાવી શકો છો.
પ્રોડક્ટની રેટિંગ પર આપો ધ્યાન
કોઈ પણ ઈલેક્ટ્રિક વસ્તુ ખરીદતા પહેલા ચોક્કસપણે તેનું રેટિંગ તપાસો, જે ઉચ્ચ રેટિંગ ધરાવે છે તે વીજળીની બચત કરે છે.
આ ડિવાઈઝનો કરો ઉપયોગ
વધારો ઉપકરણો ચલાવવા માટે એક્સ્ટેંશન બોર્ડનો ઉપયોગ પણ કરી શકો છો, જેથી તમે સ્વીચ બંધ કરીને એક સાથે ઘણાં ઉપકરણોમાંથી પાવર બચાવી શકો છો
LED લાઈટનો કરો ઉપયોગ
વીજળી બચાવવા માટે તમે CFL ને બદલે LED બલ્બ અને લાઇટનો ઉપયોગ કરો. 100W નો સામાન્ય બલ્બ 10 કલાકમાં એક યુનિટ વીજળી વાપરે છે, 15W નો CFL 66.5 કલાકમાં એક યુનિટ વીજળી વાપરે છે અને જો આપણે LED બલ્બ વિશે વાત કરીએ તો, જ્યારે તે 111 કલાક બળે છે ત્યારે તેનો એક યુનિટ વીજળીનો વપરાશ થાય છે.
Trending Photos