Tax Saving Options: ટેક્સ બચાવો અને મેળવો હોમ લોન પર છૂટ, 31 તારીખ પહેલાં પતાવી દો 5 જરૂરી કામ

31 March Tax Deadline: માર્ચ મહિનાની શરૂઆત થઇ ગઇ છે અને જેમ કે આપણે બધા જાણીએ છીએ કે નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો હોય છે તો એવામાં ઘણા કામોને પતાવવાની ડેડલાઇન હોય છે. જો તમે પણ તમારા પૈસા સાથે જોડાયેલા કેટલાક કામ પતાવ્યા નથી તો આજે જ પુરા કરી લો. ટેક્સ સેવિંગ્સથી લઇને આધાર અપડેટ અને ફાસ્ટેગ કેવાઇસી સુધી ઘણા જરૂરી કામ તમે આજે જ પતાવી દો.  

આ રીતે બચાવો ટેક્સ

1/5
image

નાણાકીય વર્ષ 2023-24 માટે ટેક્સ સેવિંગ વિકલ્પ પસંદ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 છે. 31મી સુધી તમને તમારી ઇનકમ અનુસાર ટેક્સ બચાવવા માટે તમારી આવક મુજબ યોગ્ય સ્કીમોમાં રોકાણ કરવું મહત્વપૂર્ણ છે. જો તમે આ તારીખ પછી રોકાણ કરો છો, તો તમે ટેક્સ છૂટનો લાભ મેળવી શકશો નહીં.

હોમ લોન પર છૂટનો લાભ

2/5
image

જો તમે હોમ લોન પર ડિસ્કાઉન્ટનો લાભ લેવા માંગતા હોવ તો તમારી પાસે 31 માર્ચ સુધીનો સમય છે. SBI દ્વારા હોમ લોન પર ડિસ્કાઉન્ટ માટે ખાસ સ્કીમ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે, તમારો CIBIL સ્કોર સારો હોવો જોઈએ.

પેટીએમ પેમેન્ટ બેંક

3/5
image

રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંક સેવાઓની ઘણી સુવિધાઓ માટે સમયમર્યાદા લંબાવી છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, 29 ફેબ્રુઆરી, 2024 થી પેટીએમ પેમેન્ટ્સ બેંકને નવી થાપણો અથવા ટોપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાલમાં આ સમયમર્યાદા 15 દિવસ વધારીને 15 માર્ચ 2024 કરવામાં આવી છે.

આધાર કાર્ડ અપડેટ

4/5
image

UIDAI દ્વારા ફ્રી અપડેટની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેનો તમે 14 માર્ચ 2024 સુધી લાભ લઈ શકો છો. આ તારીખ પછી તમારે આધાર કાર્ડ અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે.

ફાસ્ટેગ અપડેટ

5/5
image

હવે તમે ફાસ્ટેગ કેવાઇસીને 31 માર્ચ સુધી પુરી કરી શકો છો. તેની ડેડલાઇનને વધારી દેવામાં આવી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડીયાની માફકથી ડેડલાઇનને વધારી દીધા છે.