Lalit Modi-Sushmita Sen: સુંદરતામાં ભલભલી રૂપસુંદરી જેની આગળ પાણી ભરે તેવી દેખાવડી છે લલિત મોદીની પુત્રી, જુઓ PICS

આલિયા સુંદરતામાં સુષ્મિતાને જ નહીં પરંતુ ભલભલી રૂપસુંદરીને પાછળ પાડી દે તેવી છે. 

મિસ યુનિવર્સ રહી ચૂકેલી સુષ્મિતા સેન બિઝનેસમેન લલિત મોદીને ડેટ કરી રહી છે. લલિત મોદીએ જે રીતે પોતાના આ રિલેશનશીપનો ખુલાસો કર્યો તેના કારણે ખેલથી લઈને મનોરંજન જગતમાં દરેક જણ ચોંકી ગયા. ત્યારબાદ સુષ્મિતા સેન અને લલિત મોદીના  ફેમિલીની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. લલિત મોદીના મોટા પુત્ર રૂચિર મોદીએ પિતાના સંબંધને લઈને કહ્યું કે તે તેમની જિંદગી છે અને તેઓ પોતાના નિર્ણય પોતે જાતે લે છે. હવે અમે તમને લલિત મોદીની પુત્રી આલિયા મોદી વિશે કઈક બતાવીએ છીએ. આલિયા સુંદરતામાં સુષ્મિતાને જ નહીં પરંતુ ભલભલી રૂપસુંદરીને પાછળ પાડી દે તેવી છે. 

1/5
image

લલિત મોદીના લગ્ન, સુષ્મિતા સેનના અફેર્સ ઉપરાંત યૂઝર્સ તેમના પરિવાર વિશે પણ જાણવા માટે ઉત્સુક છે. અમે તમને સુષ્મિતા અને લલિત મોદીના પરિવાર વિશે જણાવીએ છીએ. સુષ્મિતા બંગાળી પરિવારથી છે. તેના પિતા શુબીર સેન પૂર્વ ઈન્ડિયન એરફોર્સ વિંગ કમાન્ડર રહી ચૂક્યા છે. માતા શુભ્રા જ્વેલરી ડિઝાઈનર છે. દુબઈમાં તેમની જ્વેલરી સ્ટોર છે. લલિત મોદીની જાહોજલાલી વિશે તો દુનિયા જાણે છે. પૂર્વ આઈપીએલ ચેરમેન લલિત મોદી ઘણા સમયથી વિદેશમાં છે. 

2/5
image

સુષ્મિતા સેન અને લલિત મોદીના સંબંધ પર એક પછી એક લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. લલિત મોદીના પુત્ર રૂચિરનું પણ રિએક્શન આવ્યું છે. બધા પોત  પોતાના જીવનમાં ખુશ છે. આ બધા વચ્ચે અમે તમને જણાવીએ કે લલિત મોદીને પહેલા લગ્નથી એક પુત્રી અને પુત્ર છે. લલિત મોદીની પુત્રીનું નામ આલિયા મોદી છે. આલિયાએ આ વર્ષે બ્રેટ કાર્લસન સાથે લગ્ન કર્યા છે. આ વિવાહ બાદ જ સુષ્મિતા સેન અને લલિત મોદી વચ્ચે ફૂટેલા પ્રેમના ફણગાનો ખુલાસો થયો છે. 

3/5
image

લલિત મોદીએ પહેલા લગ્ન એક મોટી ઉમરની મહિલા સાથે કર્યા હતા. જેના કારણે તેમણે પરિવારમાં નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ પુત્રીના લગ્નમાં લલિત મોદીએ નાની મોટી દરેક વસ્તુ પર ધ્યાન આપ્યું હતું. વિવાહની તસવીરોમાં લલિત મોદીની પુત્રી આલિયા પતિ સાથે ડિઝાઈનર ડ્રેસમાં એકદમ સુંદર લાગી રહી છે. 

4/5
image

લલિત મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુત્રીના લગ્નની તસવીરો ઘણા સમય પહેલા શેર કરી હતી. આઈપીએલના ચેરમેન રહી ચૂકેલા લલિત મોદીને વિવાદોના કારણે પદ છોડવું પડ્યું હતું. તેઓ ઘણા સમયથી વિદેશમાં છે. આલિયા તેના પપ્પા સાથે લગ્નમાં ખુબ ખુશ જોવા મળી રહી છે. 

5/5
image

લલિત મોદીની પુત્રી આલિયા મોદી ઈન્ટેલિજન્ટ હોવાની સાથે સાથે ખુબ સુંદર પણ છે. આલિયાને જોઈને તેની સુંદરતા પર કોઈ પણ મરી મીટશે. આલિયા તેની માતાની જેમ જ સુંદર છે. આલિયા લંડન બેસ્ડ ઈન્ટીરિયર ડિઝાઈન અને ડિઝાઈન કન્સલ્ટન્સી કંપનીની ફાઉન્ડર છે. આલિયાના લગ્ન સમારોહની તસવીરો પણ ખુબ વાયરલ થઈ હતી. જેમાં તે પતિ સાથે ખુબ જ બિન્દાસ જોવા મળી હતી.