સુષમા સ્વરાજને અહીંના પુરી-શાક ખુબ જ પસંદ હતા, ખાસ તેમના માટે આવતું ટિફિન, જુઓ Pics...

સમગ્ર દેશ સુષમા સ્વરાજે પોતાની રીતે યાદ કરી રહ્યો છે. પરંતુ તેમના પૈતૃક ઘર અંબાલા કેન્ટ તેમના બાળપણની યાદો અને રાજકીય સંઘર્ષના શરૂઆતના દિવસોની યોદો તો કહે છે. પરંતુ આવી જ કેટલીક યાદો પણ તેમના ઘરથી નજીક આવેલા કાલકા પુરીવાળા પણ કહી રહ્યાં છે.

રંજન શર્મા, નવી દિલ્હી: ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું મંગળવાર સાંજે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં હાર્ટ એકટના કારણે નિધન થયું છે. ત્યારે તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કર્યાના થોડા સમય પહેલા તેમણે ટ્વિટર પર જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35-A હટાવવાને લઇને મોદી સરકારની પ્રશંસા કરતા ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તમને હાર્દિક અભિનંદન, હું મારા જીવનમાં આ દિવસ જોવાની પ્રતિક્ષા કરી રહી હતી. જો કે, સમગ્ર દેશ સુષમા સ્વરાજે પોતાની રીતે યાદ કરી રહ્યો છે. પરંતુ તેમના પૈતૃક ઘર અંબાલા કેન્ટ તેમના બાળપણની યાદો અને રાજકીય સંઘર્ષના શરૂઆતના દિવસોની યોદો તો કહે છે. પરંતુ આવી જ કેટલીક યાદો પણ તેમના ઘરથી નજીક આવેલા કાલકા પુરીવાળા પણ કહી રહ્યાં છે.

બાળપણથી જ પસંદ છે અહીંનું પુરી-શાક

1/5
image

કાલકા પુરીવાળા અહીં 1957થી દુકાન ચલાવી રહ્યાં છે. એટલે કે જ્યારે સુષમા સ્વરાજ માત્ર 5 વર્ષના હતા ત્યારથી અહીં આ દુકાન માલિક અહીં પુરી-શાક વેચવાનું કામ કરી રહ્યાં છે. દુકાન માલિકે તે દિવસોને યાદ કરતા કહ્યું કે, સુષમા સ્વરાજે અહીનું પુરી-શાક ખુબ જ પસંદ હતું. બાળપણમાં તેમને અહીના પુરી-શાકનો એવો સ્વાદ લાગ્યો કે પછી જીવનભર ના ઉતર્યો.

પહેલા કરવામાં આવતો હતો પુરી-શાક માટેનો ફોન

2/5
image

દુકાન માલિકે જણાવ્યું કે, માત્ર અંબાલા જ નહીં પરંતુ આસપાસની જગ્યાઓમાં જ્યારે પણ તેઓ આવતા ત્યારે અહીંથી તેમના માટે પુરી-શાક મોકલવામાં આવતા હતા. વધુમાં દુકાન માલિકે જણાવ્યું કે, પંજાબ ચૂંટણી દરમિયાન ક્યારેક તેઓ ટ્રેનથી પણ સુષમાજી પંજાબ જતા ત્યારે તેમના સ્ટાફમાંથી રાજુ સિંહ નામના એક વ્યક્તિનો હમેશાં ફોન આવતો અને સામેથી એક જ મેસેજ આવતો કે, મેડમની ગાડી સ્ટેશન પર આવી રહી છે, પુરી-શાક મોકલાવી દેજો.

ઘણી વખત ઇન્ટરવ્યૂમાં કર્યો છે ઉલ્લેખ

3/5
image

વિદેશ મંત્રી બન્યા બાદ એક વખત તેમણે ઇન્ટરવ્યૂમાં પણ સુષમાજીએ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, તેઓ જ્યારે પણ અંબાલા જાય છે ત્યારે ત્યાંનું પુરી-શાક જરૂરથી ખાય છે.

પેક થઇને આવતું ખાસ ટિફિન

4/5
image

પુરી-શાકના દુકાન માલિકે જણાવ્યું કે, જ્યારે પણ સુષમાજી અંબાલા અથવા પંજાબના કોઇપણ વિસ્તારમાં કામના અર્થે આવતા ત્યારે તે સમયે તેમના માટે એક ખાસ ટિફિન અહીથી પેક કરીને મોકલાવવામાં આવતું હતું.

શહેર 3 પેઢીઓ સાથે હતા સુષમા સ્વારજના સંબંધ

5/5
image

ખાસ પળોને યાદ કરતા દુકાન માલિકે કહ્યું કે, આ શહેરની ત્રણ પેઢીઓ સાથે સુષમાજીના સંબંધ હતા. તેઓ કોઇના માટે બહેન તો કોઇના માટે દીકરી હતા, જ્યારે 3 પેઢી માટે તો ફોઇ હતા. અંબાલાના લોકો માટે સુષમાજીને પણ એક અલગ જ સ્નેહ હતો.