100 વર્ષ બાદ બન્યો માલિકા રાજયોગ, ખુલી જશે આ જાતકોના ભાગ્યનું તાળુ, શુક્ર અને સૂર્યદેવના મળશે આશીર્વાદ

વૈદિક પંચાગ અનુસાર શુક્ર, બુધ અને સૂર્ય દેવે માલિકા રાજયોગ બનાવ્યો છે. આ રાજયોગથી કેટલાક જાતકોના જીવનમાં પરિવર્તન આવવાનું છે. સૂર્ય દેવ અને શુક્રની કૃપાથી આ જાતકોનું ભાગ્ય ચમકવાનું છે. 
 

માલિકા રાજયોગ

1/5
image

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર ગોચર કરી શુભ અને રાજયોગનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે મિથુન રાશિમાં ગ્રહોના રાજા સૂર્ય, ધનના દાતા શુક્ર અને વેપારના દાતા બુધ ગ્રહ સંચરણ કરી રહ્યાં છે. જેનાથી માલિકા રાજયોગનું નિર્માણ થયું છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ રાશિઓને કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

મેષ રાશિ

2/5
image

તમારા લોકો માટે માલિકા રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી બુધ, શુક્ર અને સૂર્ય દેવ ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યાં છે. તેથી આ દરમિયાન તમારી આવકમાં જોરદાર વધારો થશે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. સાથે નોકરી કરનાર જાતકોને સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે અને તમે એક નવો મુકામ હાસિલ કરશો. આ દરમિયાન તમને ભાઈ-બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. તો જે લોકોનો કામ-ધંધો વિદેશથી જોડાયેલો છે, તેને સારો લાભ મળી શકે છે. સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકો માટે સમય સારો છે. 

મિથુન રાશિ

3/5
image

માલિકા રાજયોગ બનવાથી મિથુન રાશિના જાતકોને ખુબ લાભ મળી શકે છે. કારણ કે શુક્ર, બુધ અને સૂર્ય તમારી રાશિથી લગ્ન ભાવ પર ગોચર કરી રહ્યાં છે. તેથી આ દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સાથે તમારા સાહસમાં વધારો થશે, જેનાથી નિર્ણય લેવાની ક્ષમતાનો લાભ થશે. તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. સાથે આ સમયમાં લગ્ન કરેલા લોકો માટે જીવન શાનદાર રહેશે. વેપારીઓને પણ સારો લાભ મળશે અને અન્ય બિઝનેસમાં રોકાણ કરી શકે છે. કુંવારા લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. તો મીડિયા, વકીલ અને જજ માટે અનુકૂળ સમય રહેશે. 

સિંહ રાશિ

4/5
image

તમારા લોકો માટે માલિકા રાજયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય, શુક્ર અને બુધ તમારી રાશિના આવક ભાવમાં ભ્રમણ કરી રહ્યાં છે. આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે. સાથે આવકના નવા-નવા સ્ત્રોત ખુલી શકે છે. નોકરી કરનાર અને વેપારીઓને સારો ફાયદો થશે અને કરિયરમાં નવી ઊંચાઈઓ પર પહોંચશો. સાથે જૂના રોકાણથી લાભ થશે. સાથે તમને શેર, સટ્ટા અને લોટરીમાં લાભ થશે. આ સમયે તમને સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. 

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.