Sarva Pitru Amas: સર્વ પિતૃ અમાસે થનાર સૂર્ય ગ્રહણ નથી શુભ, તમારા પર કેવી થશે અસર જાણી લો વિગતવાર

Sarva Pitru Amas: આ વર્ષે સર્વ પિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણ થવાનું છે. શારદીય નવરાત્રીની શરૂઆત સૂર્યગ્રહણથી થઈ રહી છે તેને શુભ માનવામાં નથી આવતું. 2 ઓક્ટોબર 2024 ના રોજ સર્વ પિતૃ અમાસ છે અને તે દિવસે જ સૂર્યગ્રહણ થશે આ સમય તમારા માટે કેવો રહેશે ચાલો તમને જણાવીએ. 

સર્વ પિતૃ અમાસ અને ગ્રહણ

1/7
image

સર્વ પિતૃ અમાસના દિવસે થનાર સૂર્યગ્રહણ વર્ષનું છેલ્લું ગ્રહણ છે. આ એક કંકણાકૃતિ સૂર્યગ્રહણ હશે. આ પહેલા 18 સપ્ટેમ્બરે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થયું હતું. નવરાત્રિના એક દિવસ પહેલા સૂર્યગ્રહણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ મહત્વની ઘટના છે. 

ગ્રહણ શુભ નથી

2/7
image

ગ્રહણ એક ખગોળીય ઘટના છે જેનું મહત્વ વિજ્ઞાન અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ વધારે છે. એક પછી એક બે ગ્રહણ થવા તે શુભ નથી ગણાતા. આ ગ્રહણ જે જગ્યાએ જોવા મળશે ત્યાં લોકોને પ્રાકૃતિક આપદા, મહામારી અને આર્થિક સમસ્યાઓ જેવી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. 

3/7
image

કન્યા રાશિ

4/7
image

સર્વ પિતૃ અમાસના દિવસે થનાર સૂર્યગ્રહણ કન્યા રાશિ અને હસ્ત નક્ષત્રમાં થઈ રહ્યું છે. જેના કારણે કન્યા રાશિના લોકોને બીમારીનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના લોકોએ ગ્રહણ જોવું નહીં. સાથે જ ગ્રહણ કાળ દરમિયાન સૂવું નહીં અને મનોરંજનમાં સમય પસાર કરવો નહીં. 

ગ્રહણ 6 કલાક ચાલશે

5/7
image

ભારતીય સમય અનુસાર આ સૂર્યગ્રહણનો સ્પર્શ રાત્રે 9.13 મિનિટથી થશે. ત્યાર પછી આ ગ્રહણ 6 કલાક સુધી ચાલશે. 

ભારતમાં સૂર્યગ્રહણ

6/7
image

ભારતમાં સૂર્યગ્રહણનો સ્પર્શ અને મોક્ષ રાત્રિના સમયે થવાનો છે એટલે કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ભારતમાં ન દેખાવાના કારણે સૂતક, સ્નાન તેમજ ગ્રહણના અન્ય નિયમો પણ ભારતમાં લાગુ પડશે નહીં.

7/7
image