સિંહ રાશિમાં બનશે પાવરફુલ 'બુધાદિત્ય યોગ', આ 3 રાશિના જાતકોને થશે ખુબ કમાણી, નોકરીમાં પણ મળશે પ્રમોશન

Budhaditya Yog: ઓગસ્ટ મહિનામાં સિંહ રાશિમાં બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં મેષ સહિત ત્રણ રાશિના જાતકોને વધુ લાભ મળવાનો છે. જાણો આ રાશિઓ વિશે...

બુધાદિત્ય યોગ

1/5
image

ગ્રહોના રાજા સૂર્ય એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. સૂર્યદેવને આત્મા, પિતા, માન-સન્માન, સુખ-સમૃદ્ધિના કારક માનવામાં આવે છે. તેવામાં સૂર્યના રાશિ પરિવર્તનની અસર 12 રાશિઓની સાથે-સાથે દેશ-દુનિયા પર જોવા મળે છે. આ સમયે સૂર્ય ચંદ્રમાની રાશિ કર્કમાં બિરાજમાન છે, જેથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકાવી રહ્યાં છે. તો 16 ઓગસ્ટે સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરશે. તેવામાં તે વધુ શક્તિશાળી બની જશે. આ સિવાય 19 જુલાઈથી બુધ ગ્રહ પણ આ રાશિમાં બિરાજમાન છે. તેવામાં બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. વૈદિક જ્યોતિષમાં બુધ અને સૂર્યની યુતિને ખુબ શુભ માનવામાં આવે છે, કારણ કે સૂર્ય પોતાના મિત્રની સાથે પોતાની રાશિમાં યુતિ કરી રહ્યાં છે. તેવામાં કેટલાક જાતકોની બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે. આ સાથે નિર્ણય લેવાની ક્ષમતા વધશે. તમે પણ જાણો બુધાદિત્ય રાજયોગથી કયાં જાતકોને લાભ થશે.

મેષ રાશિ

2/5
image

આ રાશિના પંચમ ભાવમાં બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં આ રાશિના જાતકો પર બુધની સાથે સૂર્યદેવની કૃપા રહેશે. આ રાશિના જાતકોના દિવસો આરામથી પસાર થશે. કરિયરના ક્ષેત્રમાં પણ ખુબ લાભ મળવાનો છે. તમારા કામની પ્રશંસા થશે. તેવામાં તમે સંતુષ્ટ નજર આવશો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકોને લાભ મળશે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત સફળ થશે. ઈચ્છિત નોકરી મળી શકે છે. પિતા સાથે ચાલી રહેલા વિવાદનો અંત આવી શકે છે. ઓગસ્ટનો મહિનો તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે. લવ લાઇફ સારી રહેવાની છે. શુભ ફળની પ્રાપ્તિ થશે. ૐ સૂર્યા નમઃ મંત્રનો જાપ કરો.

સિંહ રાશિ

3/5
image

આ રાશિના જાતકો માટે ઓગસ્ટનો મહિનો ખુશીઓ લઈને આવશે. આ રાશિમાં બુધાદિત્ય રાજયોગ લગ્ન ભાવમાં બની રહ્યો છે. તેનાથી આ જાતકો પર બુધ અને સૂર્યની અસીમ કૃપા રહેશે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. જો તમેમહેનત કરી રહ્યાં છો પરંતુ સફળતા મળી નથી તો જરૂર તેમાં સફળ થઈ શકો છો. પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે. જેનાથી દરેક ક્ષેત્રમાં સફળતા હાસિલ કરી શકો છો. કરિયરના ક્ષેત્રમાં નવી નોકરીની તક મળી શકે છે. વેપારમાં આઉટસોર્સિંગથી સારો લાભ થઈ શકે છે. રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો આ સમયમાં કરી શકો છો. સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા ઓછી થશે. માનસિક તણાવમાંથી મુક્તિ મળી શકે છે. શુભ ફળ મેળવવા માટે દરરોજ 'ૐ ભાસ્કરાય નમઃ' મંત્રનો જાપ કરો.

તુલા રાશિ

4/5
image

આ રાશિના અગિયારમાં ભાવમાં બુધાદિત્ય યોગનું નિર્માણ થવાનું છે. તેવામાં આ રાશિના જાતકોની ઘણી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. તમે ભવિષ્ય સંબંધિત મોટા નિર્ણયો લઈ શકો છો. આ સાથે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, જેનાથી ઘણા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. કરિયરમાં પણ તમને ખુબ લાભ મળવાનો છે. વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. આ સાથે ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરી શકે છે. વેપારની વાત કરીએ તો તમારા દ્વારા બનાવેલી રણનીતિ કામ આવી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમે બચત કરવામાં સફળ થશો. સંબંધોમાં મધુરતા વધશે. શુભ ફળ માટે દરરોજ 'ૐ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરો.  

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.