પિતૃ પક્ષમાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણ, આ જાતકોને થશે લાભ, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા
વૈદિક જ્યોતિષ અનુસાર પિતૃ પક્ષમાં 2 ગ્રહણ લાગવાના છે. આ ગ્રહણને કારણે કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે. તમે પણ જાણો ગ્રહણથી કયાં જાતકોને લાભ થશે.
પિતૃ પક્ષમાં બે ગ્રહણ
વૈદિક જ્યોતિષ અનુસાર સમય-સમય પર ગ્રહણ લાગે છે. જેનો પ્રભાવ માનવ-જીવન અને દેશ-દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે પિતૃ પક્ષમાં આ વર્ષે 2 ગ્રહણ પડી રહ્યાં છે, જેમાં સૌથી પહેલા 17 સપ્ટેમ્બરે ચંદ્ર ગ્રહણ લાગવાનું છે. સાથે પિતૃ પક્ષના છેલ્લા દિવસે 2 ઓક્ટોબરે સૂર્ય ગ્રહણ લાગવાનું છે. એટલે કે પિતૃ પક્ષમાં બે ગ્રહણ લાગવાના છે,. જેનાથી કેટલાક જાતકોને લાબ થઈ શકે છે. સાથે આ સમયે અચાનક ધનલાભ અને પ્રગતિનો યોગ બની રહ્યો છે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
વૃષભ રાશિ
બંને ગ્રહણ વૃષભ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને સમય-સમય પર આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ દરમિયાન ઘરના કામોમાં વ્યસ્તતા બાદ પણ તમે પરિવાર સાથે સમય પસાર કરશો. તમારા માટે શુભ સમાચાર આવશે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. તમને માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. આ દરમિયાન વેપારીઓને ધનલાભ થઈ શકે છે. સાથે કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે.
તુલા રાશિ
તમારા માટે બંને ગ્રહણ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. આ સમયમાં તમને કામ-કારોબારમાં પ્રગતિ મળી શકે છે. તો નોકરી વિશે કોઈ શુભ સૂચના મળી શકે છે. તમને આ મહિને અચલ સંપત્તિ અને જમીનથી લાભ થશે. ઓફિસમાં સહયોગીઓ તમારી મદદ કરશે. સાથે આ દરમિયાન તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. આ સમયે તમારી વાણીમાં પ્રભાવ વધશે, જેનાથી લોકો પ્રભાવિત થશે. આ મહિને તમારી જે યોજનાઓ ચાલી રહી છે તે પૂરી થશે. આર્થિક રૂપે ચિંતા રહેશે નહીં. સાથે આ દરમિયાન પરીણિત લોકોનું જીવન શાનદાર રહેશે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે બંને ગ્રહણ લાભદાયી રહેશે. આ દરમિયાન તમારી આવકમાં જોરદાર વધારો જોવા મળી શકે છે. આ સમયે આવકના નવા સોર્સ બની શકે છે. સાથે કરિયરમાં ઘણા શુભ અવસર મળવાના છે. આ સમયે તમને ભાગ્યનો સાથ પણ મળશે. આ સમયમાં તમને મકાન કે વાહન સુખ મળી શકે છે. તમને કરિયરમાં તમારી સ્કિલ્સની મદદથી પ્રમોશન પણ મળી શકે છે. આ સમયે તમને માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. તો કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos