Success Story : ગરીબ પિતાનો પરિશ્રમ ન ભૂલ્યા દીકરા, સંકોચ વગર નાનકડી દુકાન પર કરે છે મદદ

ગરીબ પિતાએ પોતાના બંને સંતાનોને ભણાવીને મોટા કર્યાં, પરંતુ દીકરાઓ આજે પણ પિતાની નાનકડી દુકાન પર કામ કરતા શરમાતા નથી 

કેતન બગડા ઝી મીડિયા અમરેલી :અમરેલીના સાવરકુંડલામાં રહેતાં વિનુભાઈ ગોસ્વામીના પિતા ગરીબ હોવાના કારણે ભણી શક્યા ન હતા. જેના પગલે તેમણે એક પંચરની દુકાન શરૂ કરી હતી અને ત્યારબાદ તેની બાજુમાં નાની પાનની દુકાન શરૂ કરી હતી. પણ તેમને પોતાની બં સેતાનો માટે એક સપનું જોયું હતું. તેમનું પોતાના બંને દીકરાઓ માટે જોયેલું સપનું ખૂબ મોટું હતું. તેમણે નિર્ણય લીધો હતો કે, તેઓ પોતાના બંને દીકરાઓને ભણાવશે ગણાવશે અને મોટા માણસ બનાવશે. ત્યારે, આજે તેમના બંને દીકરાઓ પોતાના પિતાનું સપનું સાકાર કરી રહ્યા છે. વિનુભાઈનો એક દીકરો મુંબઈ ખાતે નેવીમાં નોકરી કરી રહ્યો છે. તો તેમનો બીજો દીકરો વડોદરા ખાતે ડૉક્ટરીનો અભ્યાસ કરી રહ્યો છે. તેમના બંને દીકરા ભલે ઉંચી પોસ્ટ પર નોકરી કરે છે. પણ તેઓ પોતાના મૂળને ભુલ્યા નથી. તેમના બંને દીકરા ગમે ત્યારે પણ આવે તેઓ પોતાના પિતાને મદદ કરે છે. એક દીકરો પાનનો ગલ્લો સાચવે છે. તો બીજો દીકરો પંચરની દુકાન પર કામ કરે છે. ત્યારે, આ વિનુભાઈની મહેનત અને પરિશ્રમથી છોકરાઓને મોટા કર્યા. જ્યારે, તેમના બંને દીકરાઓ આજે પણ તેમની પરિશ્રને સન્માન આપી રહ્યા છે. 
 

1/4
image

મન હોય તો માળવે જવાય એ કહેવત ખૂબ જૂની છે. સાવરકુંડલામા રહી પંચર નો વ્યવસાય કરતા વિનુભાઈએ તેમના બંને દીકરાને પંચરનું કામ કરતા કરતા ભણાવ્યા છે અને એક દીકરો કેવલ હાલ નેવીમાં છે. તો એક દીકરો દર્શન હાલ તબીબી અભ્યાસ કરી રહ્યો છે. તેમના પિતા સાવરકુંડલામાં નાની એવી પંચર અને પાનની દુકાન ધરાવે છે. તેમના સંતાનો રજા પર આવે તો દુકાન સાંભળી લે છે અને ડોક્ટર અને નેવીમાં નોકરી કરતા આ બંને દીકરાઓ પાન, મસાલા અને પંચરનો વ્યવસાય કરી તેના પિતાને મદદરૂપ થઈ રહ્યા છે.

2/4
image

સાવ ગરીબ પરિવારમાંથી આવતા આ બંને દીકરાઓને પિતાની નાનકડી દુકાનમાં કામ કરવામા જરા પણ સંકોચ નથી અનુભવાતો. તેમના પિતાએ પંચર કરીને બંનેને ભણાવ્યા છે તેવુ તેઓ હંમેશા યાદ રાખે છે. બંને દીકરાઓએ સાબિત કરી બતાવ્યું કે તેઓ ખરા અર્થમાં તેમના દીકરા છે.

3/4
image

વિનુભાઈની ઈચ્છા હતી કે, તેમના બંને દીકરાને સારું ભણતર ભણાવીને આગળ લાવવા. તેમના દીકરાઓએ આ સપનુ પૂરુ કરતા તેમની ખુશી બેવડાઈ છે. બંને દીકરાઓ જ્યારે સાવરકુંડલા તેમના વતન આવે છે ત્યારે પાન મસાલાની દુકાન અને પંચરની દુકાને કામ કરે છે. 

4/4
image

સાવરકુંડલા શહેરમાં રહેતા વિનુભાઈ ગોસ્વામીના પરિવારમાં હાલ ખુશીનો માહોલ છવાયો છે. પિતા વિનુભાઈએ બંને દીકરાઓને અભ્યાસ કરાવી અને દીકરાઓની જિંદગી સુધારી દીધી છે. બંને દીકરા અભ્યાસમાં પહેલેથી જ હોશિયાર હતા અને પિતા વિનુભાઈનું સપનું હતું કે એક સંતાનને ડોક્ટર બનાવો છે તો બીજો સંતાન પણ ઇન્ડિયન નેવીમાં નોકરી કરે છે. આમ બંને સંતાનો એ પિતા વિનુભાઈ ની ઈચ્છા પૂરી કરી દીધી છે.