Apple: સફરજનને કાપ્યા પછી આ રીતે રાખશો તો કાળું નહીં પડે, કલાકો સુધી એવું ને એવું રહેશે, ટ્રાય કરો આ ટીપ્સ
Apple: સફરજન કાપવામાં આવે છે તો તે થોડી જ મિનિટોમાં કાળું પડવા લાગે છે. સફરજન ધીરે ધીરે ભૂરા રંગનું થવા લાગે છે. સફરજનનો રંગ રાસાયણિક પ્રતિક્રિયાના કારણે બદલે છે. સફરજન હોવાના સંપર્કમાં આવે એટલે તેનો રંગ બદલવા લાગે છે. જો તમે સફરજનનો રંગ ન બદલે તેવું ઇચ્છતા હોય તો આજે તમને કેટલીક ટ્રિક્સ જણાવીએ. આ ટિપ્સ ફોલો કરશો તો સફરજનને કાપ્યા પછી પણ તેનો રંગ એવો ને એવો રહેશે.
મધ અને પાણી
સફરજનનો રંગ ન બદલે તે માટે સફરજનને સમાર્યા પછી તેની સ્લાઈસ ઉપર મધ અને પાણીનું મિશ્રણ લગાડી દેવું. અથવા તો એક વાટકીમાં પાણીમાં મધ મિક્સ કરી રાખવું અને તેમાં સફરજન ની સ્લાઈસ બોળી સાઈડમાં રાખી દેવી. કામ કરવાથી સફરજનનો રંગ બદલશે નહીં અને મીઠાશ પણ જળવાઈ રહેશે.
લીંબુનો રસ
એક વાટકીમાં પાણી ભરી તેમાં થોડું લીંબુ નાખી દેવું હવે આ મિશ્રણમાં સફરજનના ટુકડાને એક મિનિટ માટે રહેવા દો. ત્યાર પછી સફરજન કાળું નહીં પડે.
મીઠાનું પાણી
એક વાટકીમાં અડધી ચમચી મીઠું મિક્સ કરી રાખો. સફરજન તમારો એટલે તેના ટુકડાને આ પાણીમાં પલાળી દેવા. આ રીતે પલાળેલા સફરજન કલાકો સુધી કાળા પડતા નથી.
કાર્બોનેટેડ ડ્રીંક
લેમન સોડા કે સાદી સોડા ની મદદથી પણ સફરજનને કાળું પડતું અટકાવી શકાય છે. સફરજન ના ટુકડાને સોડાના મિશ્રણમાં રાખી દો. ત્યાર પછી સફરજનને એલ્યુમિનિયમ ફોઈલમાં રેપ કરી દો. આ રીતે સફરજન રાખશો તો પણ તે ભૂરું નહીં થાય.
એર ટાઈટ કન્ટેનર
સફરજનને સમારીને તેની સ્લાઈસને તુરંત જ એરે ટાઈટ કન્ટેનરમાં રાખી દેવાથી પણ તે કાળું પડતું અટકી જાય છે. એર ટાઈટ કન્ટેનર કાચનું હોય તો સૌથી સારું.
સફરજનને ફ્રીજમાં રાખો
સમારેલા સફરજનનો રંગ ઝડપથી ખરાબ ન થાય તે માટે તેને સમારીને રૂમ ટેમ્પરેચર પર રાખવાને બદલે ફ્રિજમાં સ્ટોર કરો. ઠંડા વાતાવરણમાં સફરજનનો રંગ બદલવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે.
રબરનો ઉપયોગ
સફરજન ને જો કાપ્યા પછી કલાકો સુધી એવું ને એવું રાખવું હોય તો, રબર નો ઉપયોગ કરી શકાય છે. સફરજનને સ્લાઈસ કરી લો. ત્યાર પછી બધી જ સ્લાઈસને ફરીથી એકબીજાની સાથે રાખી ઉપરથી રબર બેન્ડ લગાવી દો. સમારેલું સફરજન આ રીતે લંચબોક્સમાં આપશો તો કાળું નહીં થાય.
Trending Photos