Rajasthan : રાજસ્થાનમાં એક મકાન પર આકાશમાંથી જાદુ થયો, કોઈ અદભૂત શક્તિ ફેંકી રહી છે!
Stone from sky in Barmer Rajasthan હમીમખાન પઠાણ/અમદાવાદ : રાજસ્થાનના સરહદી બાડમેર જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉંડાખા ગામમાં સ્થિત એક મકાન પર અચાનક આકાશમાંથી રહસ્યમય રીતે પથ્થરો પડી રહ્યા છે. આ કારણે નાનકડા એવા ગામના લોકોમાં કુતુહુલ સર્જાયું છે, ખાસ વાત એ છે કે છેલ્લા 3 દિવસથી આ પથ્થરો સતત પડી રહ્યા છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ પથ્થર ફેંકતો જોવા મળ્યો છે અને જ્યારે પણ આ પથ્થરો ઘરમાં પડે છે ત્યારે કોઈને ઈજા થઈ નથી, પરિવાર તેમજ ગામના લોકો 3 દિવસથી ભયભીત છે.
આજે સતત ત્રીજા દિવસે સદર પોલીસ સ્ટેશન, બાડમેરના પોલીસ અધિક્ષક, સબ ડિવિઝનલ ઓફિસર અને તંત્રની ટીમ પણ પથ્થર પડવાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમની સામે પણ તે મકાનમાં આકાશમાંથી પથ્થરો પડ્યા હતા. આ ઘટના બાડમેર જિલ્લાના પોલીસ અધિક્ષક દીપક ભાર્ગવ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમણે પણ તે ઘરની આસપાસ પોલીસને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે તેમણે પોલીસકર્મીઓને પણ આખો સમય તકેદારી રાખવા અને કેમેરા લગાવીને વીડિયોગ્રાફી કરવાની સૂચના આપી છે.
દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી અનિલ કુમારે કહ્યું કે અમને જ્યારે પથ્થર પડવાની માહિતી મળી તો અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ મકાન પર પથ્થરો ક્યાંથી પડી રહ્યા છે તે તપાસ બાદ જ ખબર પડશે. કારણ કે તેની આજુબાજુ એવી કોઈ જગ્યા નથી કે જ્યાંથી પથ્થર ફેંકી શકાય કે દૂર-દૂર સુધી એવું કોઈ ઘર નથી જ્યાંથી કોઈ વ્યક્તિ પથ્થર ફેંકી શકે, તે ખરેખર આશ્ચર્યજનક ઘટના છે.
પરિવારજનોનું કહેવું છે કે, 3 દિવસથી અમારા ઘરમાં આ રીતે આકાશમાંથી પથ્થરો પડી રહ્યા છે, ઘણા લોકો આ ઘટનાને અંધશ્રદ્ધા સાથે પણ જોડી રહ્યા છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આવા પથ્થરો ક્યાંથી પડી રહ્યા છે. આ જ મામલે બાડમેરના સબ-ડિવિઝનલ ઓફિસર સમંદર સિંહનું કહેવું છે કે આ બધી અંધશ્રદ્ધા છે અને પરિવારના સભ્યો સાથે વાત કરી છે અને આ પરિવાર માટે કાઉન્સેલિંગ કરવામાં આવશે, તેમજ પથ્થરબાજો તોફાની તત્વોનો હાથ હોઈ શકે છે. વહીવટીતંત્ર પણ તેની સંપૂર્ણ તપાસ કરશે.
Trending Photos