સ્ટેચ્યુ ઓફ યુનિટી ‘દિલ’થી જોવી હોય તો ચુકવવા પડશે 350 રૂપિયા

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદારની પ્રતિમા નિહાળવા માંગતા પ્રવાસીઓ માટે નિયમિત રીતે સવારના 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી સમગ્ર પરિસર ખુલ્લું રહેશે.

કેવડિયા કોલોની ખાતે નર્મદા નદીના કિનારે તૈયાર કરાયેલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બુધવારે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રીએ તા.1 નવેમ્બર, 2018થી સ્ટેચ્યુ ઓફ યુનિટી નાગરિકો માટે ખુલ્લું મકવાની જાહેરાત કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદારની પ્રતિમા નિહાળવા માંગતા પ્રવાસીઓ માટે નિયમિત રીતે સવારના 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી સમગ્ર પરિસર ખુલ્લું રહેશે. ઉલ્લેખનીય છેકે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લિફ્ટમાં બેસીને સરદાર પટેલના હ્યદયમાંથી ડેમ અને અન્ય નજારો નિહાળવા માટે 350 રૂપિયાની ફી નિયત કરવામાં આવી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ

1/9
image

કેવડિયા કોલોની ખાતે નર્મદા નદીના કિનારે તૈયાર કરાયેલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બુધવારે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સીએમ રૂપાણીએ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું મકવાની જાહેરાત

2/9
image

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજ (તા.1 નવેમ્બર, 2018)થી સ્ટેચ્યુ ઓફ યુનિટી નાગરિકો માટે ખુલ્લું મકવાની જાહેરાત કરી હતી.

સવારના 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી સમગ્ર પરિસર ખુલ્લું મુકવામાં આવ્યું

3/9
image

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદારની પ્રતિમા નિહાળવા માંગતા પ્રવાસીઓ માટે નિયમિત રીતે સવારના 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી સમગ્ર પરિસર ખુલ્લું મુકવામાં આવ્યું છે.

સરદાર પટેલના હ્યદયમાંથી નજારો નિહાળવા 350 રૂપિયા ફી

4/9
image

સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માંગતા પ્રવાસીઓ માટે પરિસર ખુલ્લું મુકવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લિફ્ટમાં બેસીને સરદાર પટેલના હ્યદયમાંથી ડેમ અને અન્ય નજારો નિહાળવા માટે 350 રૂપિયાની ફી નિયત કરવામાં આવી છે.

સ્ટેચ્યુ અને પ્રદર્શન બહારથી નિહાળવવાના 120 રૂપિયા ફી

5/9
image

સરદારની પ્રતિમા નિહાળવા માંગતા પ્રવાસીઓ માટે સમગ્ર પરિસર ખુલ્લું મુકવામાં છે. જો પ્રવાસીઓને બહારથી માત્ર સ્ટેચ્યુ અને પ્રદર્શન નિહાળવું હોય તો 120 રૂ.ની ફી ચુકવવાની રહેશે.

પ્રાથમિક તબક્કે 25 જેટલી બસો મુકવામાં આવશે

6/9
image

ભારત ભવન અને ટેન્ટ સિટીથી સ્ટેચ્યુ સુધી જવા માટે ખાસ બસો પણ મુકવામાં આવશે. આ માટેનો કોન્ટ્રાક્ટ પણ અપાઇ ગયો છે અને પ્રાથમિક તબક્કે 25 જેટલી બસો મુકવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરનો લાઇટિંગ શો એ એક વિશ્વ રેકોર્ડ સમાન

7/9
image

કેવડિયા કોલોની ખાતે નર્મદા નદીના કિનારે તૈયાર કરાયેલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરનો 30 મિનિટ સુધી ચાલનારા આ લાઇટિંગ શો એ એક વિશ્વ રેકોર્ડ સમાન છે.

30 મિનિટ સુધી ચાલશે આ લાઇટિંગ શો

8/9
image

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરનો લાઇટિંગ શો એ એક વિશ્વ રેકર્ડ સમાન છે. 30 મિનિટ સુધી ચાલનારા આ લાઇટિંગ શો એ એક અજાયબી સમાન છે. જે માત્ર છ દિવસમાં જ તૈયાર કરાયો છે.

50 પ્રોજેકટર્સ લગાડીને 600 મીટર દૂરથી લાઇટિંગ કરાશે

9/9
image

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરનો લાઇટિંગ શો માત્ર છ દિવસમાં જ તૈયાર કરાયો છે. 600 મીટર દૂરથી લાઇટિંગ કરાશે. જે 50 પ્રોજેકટર્સ લગાડીને તૈયાર કરાયું છે.