Ram Lala Bhog: રામલલાને ગરમી ના લાગે તે માટે અયોધ્યામાં કરાયું ખાસ આયોજન, જુઓ તસવીરો

Lord Ram Bhog : ઉનાળો શરૂ થઈ ગયો છે. આપણને ગરમી લાગે તો આપણે આપણાં માટે જાત જાતની વ્યવસ્થાઓ કરતા હોઈએ છીએ. ત્યારે ભગવાનને ગરમી લાગે મંદિરમાં તો એના માટે શું કરવું...અયોધ્યામાં રામમંદિરમાં રામલલાને ગરમી ના લાગે તે માટે વિશેષતમ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જાણો ઉનાળામાં રામલલાને ગરમીથી બચાવવા કયા કયા પ્રકારની વ્યવસ્થાઓ અને કેવા પ્રકારના ભોજનો તૈયાર કરાયા છે જેનાથી ગરમીથી ભગવાનને રાહત મળે.

ભોગમાં ફેરફાર કરાયો

1/5
image

ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામલલાની દરરોજ પૂજા શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર કરવામાં આવે છે. હવામાનમાં ફેરફાર સાથે, તેમના પ્રસાદમાં પણ ફેરફાર કરવામાં આવે છે. ગરમીને જોતા રામલલાને સવારથી સાંજ સુધી ચઢાવવામાં આવતા ભોજનમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.

દહીંનો સમાવેશ થાય છેઃ

2/5
image

ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને રામલલાના પ્રસાદમાં દહીંનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે ઉનાળાની ઋતુમાં રામલલાને રોજ મધુપાર્કની સાથે દહીં ચઢાવવામાં આવશે.

સોનાના વાસણમાં મધુપર્કનો પ્રસાદઃ

3/5
image

મધુપર્ક પણ પહેલીવાર ભગવાન રામને અર્પણ કરવામાં આવી રહ્યો છે. મધુપર્ક એટલે મધ, દહીં, ઘી અને પાણીનું મિશ્રણ. આ પ્રસાદ રામલલાને સોનાના પાત્રમાં ચઢાવવામાં આવી રહ્યો છે. મધુપર્ક એ શુભ અને મધુરતાનું પ્રતીક છે.

સિઝનલ ફ્રૂટ

4/5
image

ગરમીને જોતા મોસમી ફળો એટલેકે સિઝનલ ફ્રૂટ જેવા કે નારંગી, સફરજન અને ડ્રાય ફ્રૂટ્સ ભગવાન રામને શણગાર પહેલા ચઢાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ભગવાન રામના મનપસંદ પ્રસાદ જેવા કે ખીર, રબડી, મીઠાઈઓ, દળિયા અને હલવો પણ ચઢાવવામાં આવે છે.

બપોરનો ભોગઃ

5/5
image

ભગવાન રામલલાને ઉનાળામાં વધારે ગરમીના લાગે તે માટે ખાસ ભોગ ધરાવાશે. ગરમીમાં ભગવાનને ઠંડક આપે તેની વાનગીઓ તેમના માટે બનાવવામાં આવે છે. બપોરે 12 વાગ્યાની આરતી પહેલા મધુપર્ક (મધ) પછી દાળ, રોટલી, ભાત, દહીં, બે પ્રકારના શાક અને તસ્માઈ રામ લાલાને ભોગમાં ધરાવાય છે. રાત્રે શયન આરતી પહેલા, મધુપર્ક પછી પુરી, શાક અને તસ્માઈ ચઢાવવામાં આવે છે.