નીતા અંબાણીથી સહેજ પણ કમ નથી તેમની વેવાણ, ફેશનમાં ટક્કર આપે છે શૈલા મર્ચન્ટ
Shaila Viren Merchant Fashion: નીતા અંબાણીની સુંદરતા અને ફેશનના દરેક જગ્યાએ વખાણ થાય છે. પરંતુ તેમના વેવાણ એટલે કે નાની વહુ રાધિકા મર્ચન્ટની મમ્મી અને અનંત અંબાણીની સાસુ શૈલા વિરેન મર્ચન્ટ સહેજ પણ કમ નથી. અહીં તમે અનંત અંબાણીની બિઝનેસ વુમન સાસુનો અત્યંત ફેશનેબલ લુક જોઈ શકો છો.
શૈલા વિરેન મર્ચન્ટ એક બિઝનેસ વુમન છે. તેઓ અથર્વ ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડ, હવેલી ટ્રેડર્સ પ્રાઈવેટ લિમિટેડ અને સ્વસ્તિક એક્ઝિમ પ્રાઈવેટ લિમિટેડ સહિત અનેક કંપનીઓમાં ડિરેક્ટરશિપ ધરાવે છે.
બિઝનેસની સાથે સાથે શૈલા વિરેન મર્ચન્ટની ફેશન સેન્સ પણ ઘણી ગજબની છે. તેની શૈલી જેટલી અદ્ભુત છે, તેમની સાદગી પણ એટલી જ આકર્ષક છે.
શૈલા વિરેન મર્ચન્ટની સુંદરતા માત્ર તેના ફેશન પ્રત્યેના પ્રેમમાં જ નહીં પરંતુ તેની સાદગીમાં પણ પ્રતિબિંબિત થાય છે. જોકે, તેમ છતાં તેઓ મોભાદાર લાગે છે.
શૈલા વિરેન મર્ચન્ટ ઘણીવાર સાડીઓ, સૂટ અને એથનિક ગાઉન્સ પહેરે છે, અનંતના સાસુ અને નીતા અંબાણીન વેવાણનો વટ પણ કંઈ ઓછો નથી.
Trending Photos