સૂર્ય ગ્રહણ બાદ ચમકી જશે આ 5 જાતકોનું ભાગ્ય, ધનલાભનો બનશે યોગ

સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબરે રાત્રે 8 કલાક 34 મિનિટથી રાત્રે 2 કલાક 25 મિનિટ સુધી રહેશે. રાત્રે ગ્રહણ હોવાને કારણે તે ભારતમાં દેખાશે નહીં. તેથી અહીં સૂતક કાળ માન્ય રહેશે નહીં. તે કન્યા રાશિ અને ચિત્રા નક્ષત્રમાં રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહણનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર પડે છે. કેટલાક જાતકોને શુભ તો કોઈને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ ગણનાઓ અનુસાર સૂર્ય ગ્રહણ બાદ કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી જશે અને તેની આર્થિક સ્થિતિમાં સુધાર થવા લાગશે. આવો જાણીએ સૂર્ય ગ્રહણ બાદ કયા જાતકો માટે શુભ સમય રહેવાનો છે. 

વૃષભ રાશિ

1/5
image

ધન લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે. વેપારમાં લાભનો યોગ બનશે. ભાઈ-બહેન પાસેથી મદદ મળી શકે છે. સાહસ અને પરાક્રમમાં વધારો થશે. માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. જીવનસાથીની સાથે સમય પસાર કરવાની તક મળશે. કાર્યોમાં સફળતાનો યોગ બની રહ્યો છે. ભાગ્યનો સાથ મળશે. નોકરી અને વેપાર માટે શુભ સમય રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા થશે. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાની તક મળશે. દાંપત્ય જીવનમાં સુખ-શાંતિનો અનુભવ કરશો. પરિવારમાંથી અચાનક શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. 

સિંહ રાશિ

2/5
image

નોકરી અને વેપાર માટે શુભ સમય છે. કાર્યોમાં સફળતા મળશે. માન-સન્માન વધશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરશો. તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે. નોકરી શોધી રહેલા જાતકોને સારા સમાચાર મળી શકે છે. પ્રમોશન કે આર્થિક લાભનો યોગ પણ બનશે. કોઈ નવા કામની શરૂઆત માટે સારો સમય છે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે સારો સમય છે.

કન્યા રાશિ

3/5
image

આ દરમિયાન પારિવારિક સંબંધોમાં મધુરતા વધશે. નોકરી શોધી રહેલા જાતકોને સારા સમાચાર મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. ધન લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે. ધન સાથે જોડાયેલા મામલામાં સફળતા મળશે. સમાજમાં માન સન્માન વધશે. પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. રોકાણથી લાભ થશે.  

વૃશ્ચિક રાશિ

4/5
image

ડિસેમ્બરનો મહિનો તમારા માટે લાભકારી સાબિત થશે. લેતી-દેતી માટે સમય શુભ છે. આ દરમિયાન તમારૂ માન-સન્માન વધશે. કાર્યક્ષેત્રમાં લાભ થશે. સૂર્ય ગોચર કાળમાં તમને સફળતા હાસિલ થશે. કમાણીની નવી તકો મળશે. વેપારીઓને નફો થઈ શકે છે. આ સમય તમારા માટે વરદાન સમાન છે. 

ધન રાશિ

5/5
image

આ દરમિયાન તમને નોકરી તથા વેપારમાં શુભ ફળની પ્રાપ્તિ થશે. નોકરીમાં પ્રમોશનનો યોગ બનશે. ખર્ચ પર કાબુ રાખો. પારિવારિક જીવન ખુશ રહેશે. આર્થિક મોર્ચા પર પણ સૂર્યના રાશિ પરિવર્તનથી લાભ થશે. આ દરમિયાન તમે શત્રુઓ પર વિજય મેળવશો. કાર્યસ્થળ પર તમારૂ માન-સન્માન વધશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. લગ્ન જીવન સુખમય રહેશે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)