મન મૂકીને વાપરો AC, લાઇટ બિલનું No ટેન્શન! જાણો સોલાર AC ના ફાયદા

નવી દિલ્હી: Solar AC: ગરમી શરૂ થઇ ગઇ છે અને AC ઓન થઇ ચૂક્યા છે. સાથે ભારે ભરખમ લાઇટ બિલની ચિંતા પણ સતાવવા લાગી છે. કોરોના વાયરસના ચક્કરમાં લોકો પોતાના ઘરમાં બંધ છે તો વિજળીનું બિલ હવે વધુ આપશે નહી. એવામાં AC ચલાવતાં વિજળીનું બિલ તમારું આખુ બજેટ બગડી શકે છે. 

1/5
image

અમે તમને જણાવી દઇએ કે ઇલેક્ટ્રિક AC ના બદલે જો તમે સોલાર AC નો ઉપયોગ કરશો તો તમારું લાઇટ બિલનું ટેંશન દૂર થઇ જશે. કારણ કે હવે જમાનો ક્લીન એનર્જીનો આવવાનો છે. ધીમે ધીમે પણ સોલાર એનર્જી તરફ લોકો વળી રહ્યા છે. માર્કેટમાં સોલાર AC ની રેંજ આવી ગઇ છે. તેને તમે સુરજની ઉર્જા વડે ચલાવી શકો છો. તો ચાલો તમને જણાવી સોલાર એનર્જી વિશે... 

સોલાર AC વિશે જાણીએ

2/5
image

ઇલેક્ટ્રિક AC ની માફક સોલાર AC ને પણ 1 ટન, 1.5 ટન અને 2 ટન ક્ષમતામાં ખરીદી શકાય છે. તમે તમારી જરૂરિયાત મુજબ AC ની પસંદગી કરી શકો છો. સોલાર AC ની કિંમત સામાન્ય ઇલેક્ટ્રિક AC ની તુલનામાં વધુ હોય છે. જો તમે સોલાર AC લો છો તો વિજળીનું બિલ તો ના બરોબર આવશે. અનુમાન એવું છે કે સોલાર એસીથી તમારું વિજળી બિલ 90 ટકા સુધી ઓછું થઇ શકે છે. 

આ રીતે બચશે વિજળીનું બિલ

3/5
image

હવે માની લો કે તમે આખી રાત અને દિવસે AC ચલાવશો તો ઓછામાં ઓછા 10-12 યૂનિટ વિજળી વપરાશે. 7 રૂપિયા પ્રતિ યૂનિટ મુજબ તમને એક દિવસનું બિલ હશે 70-84 રૂપિયા. તો મહિના મુજબ 2100 રૂપિયાથી 2500 રૂપિયાની આસપાસ. હવે જો તમે સોલાર AC વાપરશો તો તમારું વિજળીનું બિલ ના બરાબર આવશે. એટલે કે તમારું સેવિંગ થઇ જશે. ભારતમાં AC નો ઉપયોગ એપ્રિલથી જુલાઇ વચ્ચે વધુ હોય છે. એટલે કે આ ચાર મહિનામાં તમે 8000-10000 રૂપિયા વિજળીનું બિલ બચાવી શકો છો. 

સોલાર AC ની કિંમત

4/5
image

માર્કેટમાં હવે ઘણી કંપનીઓ હાજર છે જે સોલાર AC વેચી રહી છે. સોલાર AC ના ભાવ 40 થી લઇને 2 લાખ રૂપિયા સુધી છે. સોલાર AC સાથે ઇન્વર્ટર, સોલાર પ્લેટ, બેટરી અને ઇંસ્ટોલેશનની બાકી વસ્તુઓ પણ મળે છે. 1 ટનનું સોલાર AC (1500 વોટ) 97 હજાર રૂપિયા સુધીમાં મળી જશે. એટલા જ વોલ્ટનું 1.5 ટનવાળું AC 1.39 લાખ રૂપિયા અને 2 ટનવાળુ AC 1.79 લાખ રૂપિયામાં મળી શકે છે.

સોલાર AC આ રીતે કરે છે કામ

5/5
image

સોલાર AC જેટલા ટનનું છે તે મુજબર સોલાર પ્લેટ લગાવવામાં આવે છે. જો તમે સોલાર એસી 1 ટનનું હોય તો 1500 વોલ્ટની સોલાર પ્લેત લાગશે. આ પ્લેટને એક ઇન્વર્ટર અને બેટરી સાથે લિંક કરવામાં આવશે. પછી સૂર્યની રોશનીથી સોલાર પ્લેટ દ્વારા બેટરી ચાર્જ થશે અને એસી ચાલશે. જો વરસાદ અને વાદળોના લીધે સુરજ ન નિકળે અને બેટરી ચાર્જ ન હોય તો તમે વિજળી વડે પણ ચલાવી શકો છો.