આ 5 મહિલા ક્રિકેટર છે દુનિયામાં સૌથી ખુબસૂરત, ચારેબાજુ ચર્ચા, દરેક ફોટોના પ્રશંસકો દીવાના!

નવી દિલ્હી: ભારતમાં ક્રિકેટને લઈને ખુબ જ દીવાનગી જોવા મળે છે. ભારતમાં ક્રિકેટને ધર્મ માનવામાં આવે છે. ઘણી મહિલા ક્રિકેટર્સ એવી છે, જેની સુંદરતાની વાતો આખી દુનિયામાં થાય છે. આ ક્રિકેટર્સ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલા ફોટો લોકોને ખુબ પસંદ પડે છે. આવો જાણો આ ખેલાડીઓ વિશે...

1/5
image

સ્મૃતિ મંધાના પોતાના લુકને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. તે પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતી છે. સ્મૃતિ મંધાના નેશનલ ક્રશના નામથી સમગ્ર દેશમાં જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર પોસ્ટ કરતી રહે છે. ફેન્સ તેમના દ્વારા શેર કરવામાં આવેલા ફોટોઝને ખુબ જ પસંદ કરે છે.

2/5
image

ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર સારા ટેલર વિશ્વની ધાકડ મહિલા વિકેટકીપર્સમાં સામેલ છે. રમતના મેદાનની બહાર પણ પોતાના સામાજિક કાર્યોને લઈને ફેમસ રહે છે. સારા ટેલરે 2019માં લગભગ 13 વર્ષ લાંબા ક્રિકેટ કરિયરને અલવિદા કહી દીધું હતું. સારા ટેલર થોડાક દિવસ પહેલા કપડા પહેર્યા વગર ફોટોશૂટને લઈને ચર્ચામાં આવી હતી. તે ફોટોઝમાં બેટિંગ અને વિકેટકીપિંગ કરતી જોવા મળી હતી.

3/5
image

પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર કાયનાજ ઈમ્તિયાજે અત્યાર સુધી 15 વનડે અને 15 ટી20 મેચ રમી છે. તે પોતાની ખૂબસૂરતીને લઈને પણ ચર્ચામાં બની રહે છે. ઈમ્તિયાજ જોવામાં ખુબ જ સ્માર્ટ છે.  

4/5
image

હરલીન દેઓલની ગણતરી ભારતની સ્ટાર મહિલા ખેલાડીઓમાં થાય છે. તેમની બેટિંગના તમામ લોકો દીવાના છે. તેમનું ડ્રેસિંગ સેન્સ પણ ખુબ જ કમાલનું છે. તેઓનું નામ ખુબસૂરત ખેલાડીઓમાં સામેલ છે.

5/5
image

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટર એલિસ પૈરીની ગણતરી પણ દુનિયાના સૌથી મહાન ખેલાડીઓમાં થાય છે. તે પોતાની ફિટનેસ માટે પણ ચર્ચામાં રહે છે અને તેની ક્રિકેટ સ્કીલના દીવાના તમામ લોકો છે.