ભારતમાં એપ સ્ટોર પર ટોપ ફ્રી એપ બની Signal, WhatsAppને આપી માત
WhatsAppએ તેની પ્રાઇવેસી પોલીસીને અપડેટ કરી છે. આ નવી પોલીસી 8 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. આ નવી પોલીસીથી વોટ્સએપ યુઝર ડેટા પર વધુ દેખરેખ રાખી શકશે અને આ ડેટા ફેસબુકને પર પણ શેર કરવામાં આવશે. વપરાશકર્તાઓને આ નવી પોલીસી સ્વીકારવી જરૂરી છે, નહીં તો તેઓએ તેમનું એકાઉન્ટ ડીલીટ કરવું પડશે. આ વચ્ચે Signal એપની લોકપ્રિયતા વધી છે.
વોટ્સએપની આ નવી પોલીસીએ વોટ્સએપ વપરાશકર્તાઓને તાણાવમાં મુક્યા છે અને હવે લોકો પ્રાઇવેસી ફોકસ એપ Signal તરફ વળી રહ્યા છે. હવે આ એપ્લિકેશન ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં એપલના એપ સ્ટોરમાં ટોચની ફ્રી એપ્લિકેશન બની ગઈ છે.
Signalએ એપલ એપ સ્ટોરમાં ટોચની ફ્રી એપ્લિકેશનોના ચાર્ટને ટ્વિટ કર્યું. તે જોઇ શકાય છે કે એપ્લિકેશન નંબર વન પર છે. એટલે કે ભારતમાં Signalએ WhatsAppને પાછળ છોડી પ્રથમ નંબરનું સ્થાન મેળવ્યું છે.
આ ઉપરાંત, જર્મની, ફ્રાંસ, ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, હોંગકોંગ અને સ્વિટ્ઝર્લેન્ડમાં પણ સિગ્નલે વોટ્સએપને પાછળ છોડી દીધી છે. આ સિવાય જણાવી દઈએ કે હંગેરી અને જર્મનીમાં Signal ગૂગલ પ્લે સ્ટોરની ટોપ ફ્રી એપ બની ગઈ છે.
ન્યૂઝ એજન્સી રોઇટર્સના એક અહેવાલ મુજબ, સેન્સર ટાવરના ડેટા બતાવે છે કે છેલ્લા બે દિવસમાં 1,00,000થી વધુ લોકોએ એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસમાં Signal એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 2021ના પહેલા અઠવાડિયામાં વોટ્સએપના નવા ઇન્સ્ટોલેશનમાં 11 ટકાનો ઘટાડો થયો છે.
Signalનું ડાઉનલોડિંગ અચાનક વધી ગઈ છે. કારણ કે લોકો વૈકલ્પિક રીતે વોટ્સએપ શોધી રહ્યા છે. Signalની અચાનક લોકપ્રિયતાનો શ્રેય એલોન મસ્કને આપી શકાય છે. કારણ કે ભૂતકાળમાં તેમણે 'યુઝ સિગ્નલ' લખીને ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટને ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ પણ રીટ્વીટ કર્યું હતું.
Trending Photos