'સુશાંતને ભૂતપ્રેતનો થતો હતો આભાસ, દિશાના મોતથી પરેશાન હતો' , જાણો સિદ્ધાર્થે CBIને બીજુ શું કહ્યું?

સીબીઆઈના અધિકારીઓએ સિદ્ધાર્થને અનેક સવાલ અને કાઉન્ટર ક્વેશ્ચન કર્યાં અને તેના જવાબ નોંધવામાં આવ્યાં. 

મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં તેના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની સીબીઆઈ સતત પૂછપરછ કરી રહી છે. આ બધા વચ્ચે સીબીઆઈને આપેલું તેનું પ્રાથમિક નિવેદન સામે આવ્યું છે. જો કે ત્યારબાદ પણ સીબીઆઈના અધિકારીઓએ સિદ્ધાર્થને અનેક સવાલ અને કાઉન્ટર ક્વેશ્ચન કર્યાં અને તેના જવાબ નોંધવામાં આવ્યાં. તેણે પોતાના પ્રાથમિક નિવેદનમાં કહ્યું કે હું સિદ્ધાર્થ પિઠાની...ઉપર અપાયેલા માઉન્ટ બ્લેન્કના એડ્રસ પર 20 જાન્યુઆરી 2020થી સુશાંત સિંહ રાજપૂત સાથે રહું છં. હું મૂળ હૈદરાબાદનો છું. મારા પિતા લોગો ડિઝાઈનિંગ અને ગ્રાફિક્સ પ્રિન્ટિંગનું કામ કરે છે. ફિલ્મ એનિમેશનમાં મારો રસ હોવાના કારણે, મેં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનિંગથી એફવીસીની તાલિમ લીધી. વર્ષ 2019માં કોર્સ ખતમ થયો, અને તે સમયે હું અભ્યાસ સાથે ફ્રિલાન્સિંગનું કામ કરતો હતો. વર્ષ 2018માં હું એક કામ માટે આયુષ શર્માને મળ્યો. આયુષ અને સુશાંત સિંહ રાજપૂત સારા મિત્રો હતાં. આયુષે મને જણાવ્યું કે તેઓ મુંબઇમાં મને સારું કામ આફશે અને મારા માટે બધી વ્યવસ્થા કરી દેશે. 

એપ્રિલ 2019માં જયપુરથી મુંબઈ આવ્યો હતો સિદ્ધાર્થ

1/8
image

સિદ્ધાર્થે કહ્યું કે એપ્રિલ 2019ના રોજ હું મુંબઇ પહોંચ્યો. આયુષે મારા માટે બાન્દ્રાની એક હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. મુંબઇ પહોંચ્યાના બીજા દિવસે હું તેની સાથે સુશાંતના કેપ્રી હાઈટ્સના ઘરે  ગયો હતો. ત્યારે સુશાંતના ઘરે દિપેશ સાવંત, સેમ્યુઅલ હોકિસ, અબ્બાસ, કેશવ અને ઘર પર કામ કરતા બે અન્ય વ્યક્તિ હતાં. સુશાંત બિલ્ડિંગના 16-16માં માળે રહેતો હતો. ત્યાં 5 બેડરૂમ, 2 હોલ અને એક લિફ્ટ હતી. તે મીટિંગમાં અમે સુશાંતના ડ્રીમ 150 પ્રોજેક્ટ અંગે વાત કરી. આ પ્રોજેક્ટમાં સુશાંત, આકાંક્ષા, આયુષ અને હું કામ કરવાના હતાં. આ પ્રોજેક્ટ સમાજસેવા, બાળશિક્ષણ, મહિલા ઉદ્યોગ, અંધ બાળકોને કોમ્પ્યુટર શિખવાડવું, સોફ્ટવેર ટ્રેનિંગ, રોજર ફેડરર, અને ધોની સાથે મેચ રમવા જેવા ડ્રીમ પર કામ કરવા માટે બનાવ્યો હતો. આ મુલાકાત બાદ મને જણાવવામાં આવ્યું કે આ કામ માટે મને પૈસા નહીં મળે પણ સુશાંત મારું ધ્યાન રાખશે. 

પ્રિયંકા સાથે ઝઘડો

2/8
image

જોસ્ટેલ હોટલમાં રહેતા હતાં ત્યારે એક દિવસ પ્રિયંકા, તેના પતિ સિદ્ધાર્થ, રિયા, રિયાની મિત્ર, કૂક કેશવ અને અન્ય બે લોકો પાવના લેકના ફાર્મ હાઉસ પર પાર્ટી મનાવવા ગયા. ત્યાં ત્રણ ચાર દિવસ રહીને પાછા ફર્યા. ફાર્મ હાઉસ પર રિયા અને સુશાંતની બહેન પ્રિયંકા વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે સુશાંતે રિયાનો સાથ આપ્યો. જેનાથી નારાજ થઈને મુંબઈ આવ્યાંના બે દિવસ બાદ પ્રિયંકા અને તેનો પતિ સુશાંતનું ઘર છોડીને જતા રહ્યાં હતાં. ત્યારબાદ સુશાંતે મને અને આયુષને તેમના ઘરે રહેવાનું કહ્યું.   

સુશાંતને થતો હતો ભૂત પ્રેતનો આભાસ

3/8
image

સિદ્ધાર્થે કહ્યું કે ત્યાં રહેતો હતો ત્યારે ખબર પડી કે સુશાંતની  બહેન પ્રિયંકા નોકરો સાથે સારું વર્તન સારું નહતું. જેના કારણે અબ્બાસ, દીપેશ સાવંત નોકરી છોડીને જતા રહ્યાં હતાં. ત્યાં રહેતી વખતે સુશાંતે આપેલું વીડિયો એડિટિંગ અને બીજુ કામ હું કરતો હતો. અમે થોડા દિવસ બાન્દ્રાના ઘરે તો થોડા દિવસ લોનાવાલા ફાર્મ પર જઈને કામ કરતા હતાં. સુશાંતના કેપ્રી હાઈટ્સ સ્થિત ઘર પર ત્યાં તેને ભૂત પ્રેત હોવાનો આભાસ થતો હતો. સુશાંત તે ઘર છોડવા માંગતો હતો. સુશાંતને હંમેશા લાગતુ હતું કે તે ઘરના ગેસ્ટ હાઉસમાં કોઈ રહે છે. જ્યારે રિયા અને તેનો ભાઈ શોવિક ત્યાં રહેવા આવ્યા તો તેમને પણ એવી ચીજો મહેસૂસ થતી હતી. આ જ કારણે સુશાંત કેપ્રી હાઈટ્સનું ઘર છોડવાનો વિચાર કરવા લાગ્યાં. સુશાંતના ઘરે સેમ્યુઅલ હોકિસ પણ રહેતો હતો. તે સુશાંતના ઘરનું કામ સંભાળતો હતો. 

2019માં લદાખ ગયા, ત્યાંથી આવ્યાં બાદ સુશાંતને ઠીક નહતું લાગતું

4/8
image

સિદ્ધાર્થે કહ્યું કે 2019માં હું, સુશાંત, રિયા, આકાંક્ષા, આનંદી, આયુષ અને આયુષના મિત્ર હિમાશું લદાખ ગયા. ત્યારબાદ સુશાંતે આકાંક્ષાની જગ્યાએ આનંદીને પોતાની સેલિબ્રિટી મેનેજર બનાવી. લદાખથી આવ્યાં બાદ સુશાંતને ઘરે ઠીક લાગતું નહતું. આ જ કારણે તે મુંબઈના જ વોટર સ્ટોન રિસોર્ટમાં રિયા સાથે રહેવા લાગ્યો. સુશાંતે આ ક્લબની મેમ્બરશીપ લીધેલી હતી. તેઓ  ત્યાં સ્વિમિંગ, ટેનિસ, બેડમિન્ટન, જીમ કરતા હતાં. સુશાંત આ ઉપરાંત અમારી સાથે તેમના પાવના લેકના ફાર્મ હાઉસ ઉપર પણ વધુ સમય વિતાવવા લાગ્યા હતાં. 

ખેતી કરવા માંગતો હતો સુશાંત

5/8
image

સિદ્ધાર્થે કહ્યું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2019 દરમિયાન સુશાંતનું કામ પરથી મન હટવા લાગ્યું હતું. તે વધુ સમય રિયા સાથે વીતાવવા લાગ્યો હતો. તે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ 150 ડ્રીમથી પણ દૂર જવા લાગ્યો હતો. તે વોટર સ્ટોન રિસોર્ટમાં રહેતો હતો. આ દરમિયાન રિયા અને સુશાંતે પોતાના યુરોપ ડ્રીમ પ્રોજેક્ટ માટે સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ અને અન્ય દેશોમાં ફરવાનો પ્લાન બનાવ્યો. સુશાંતે અન્ય કોઈને પણ સાથે ન લઈ જવાનો નિર્ણય લીધો જેના કારણે આયુષ નારાજ થઈને પાછો જોસ્ટેલ હોટલ જતો રહ્યો. થોડા દિવસ પછી હું પણ આયુષ પાસે જતો રહ્યો. થોડા સમય પછી નોકરી પણ શરૂ કરી. જાન્યુઆરીમાં સુશાંતનો ફરીથી ફોન આવ્યો તેણે મને જણાવ્યું કે તે એક્ટિંગ છોડીને ફરીથી ડ્રીમ 150 પ્રોજેક્ટ પર કામ શરૂ કરવાનો છે.  મેં સુશાંતને મારા ઘરની હાલાત અને નોકરી અંગે જણાવ્યું. તો સુશાંતે કહ્યું કે તે તેને પગાર આપશે. તેણે એમ પણ કહ્યું કે તેની હાલાત હાલ ઠીક નથી. તેને મારા સાથની જરૂર છે. હું તરત તેના ઘરે  પહોંચ્યો. જ્યારે હું સુશાંતના બેડરૂમમાં પહોંચ્યો તો સુશાંત મને ગળે મળીને રડવા લાગ્યો હતો. તેણે કહ્યું હતું કે તે એક્ટિંગ છોડીને ઘરનું બધુ વેચીને પાવનાના ફાર્મ પર જવાનો છે. હવે મહિને ઘરનો ખર્ચ ફક્ત 30,000 રૂપિયામાં જ પૂરો કરવો છે. સુશાંતે કહ્યું કે પાવનાના ફાર્મ હાઉસ પર ખેતી  કરવા માંગે છે. 

દિશા સાલિયાનના નિધનથી પરેશાન હતો સુશાંત

6/8
image

સિદ્ધાર્થે કહ્યું કે આખા લોકડાઉનમાં રિયા સુશાંત સાથે હતી. 8 જૂનની સવારે 11.30 વાગે રિયા પોતાની બેગ ભરીને ઘરે જવા લાગી. રિયાએ મને સુશાંતનો ખ્યાલ રાખવાનું કહ્યું હતું. તે સમયે સુશાંતે રિયાને ગળે મળીને હાથ દેખાડીને બાય કહ્યું હતું. થોડીવાર બાદ સુશાંતની બહન મીતૂ ઘર પર પહોંચી. મીતૂ દીદી સુશાંતને ભોજનનો આગ્રહ કરી રહી હતી. પરંતુ સુશાંતે વધુ ખાધુ નહીં. તે સુશાંતને અમારી સાથે મિક્સ કરવાની કોશિશ કરી રહી હતી પરંતુ સુશાંતે રસ ન દેખાડ્યો. મીતૂ દીદી જ્યારે ઘરે હતાં ત્યારે સુશાંત વારંવાર જૂની વાતો યાદ કરીને રડવા લાગ્યો હતો. તે સમયે સુશાંતને દિશા સાલિયાનના મોતની ખબર મળતા બેચેન થઈ ગયો હતો. ત્યારબાદ સુશાંત કોર્નર સ્ટોન નામની કંપનીના મેનેજર ઉદય સાથે સતત વાત કરતો હતો. શ્રૃતિ મોદીના પગમાં ઈજા થતા તેની કંપનીએ દિશાને થોડા સમય માટે સુશાંતની સેલિબ્રિટી મેનેજર તરીકે કામ સંભાળવાનું કહ્યું હતું. 9 જૂનના રોજ દિશાની આત્મહત્યાના ખબરથી સુશાંત ખુબ જ તણાવમાં આવી ગયો હતો. આ ટેન્શનના કારણે સુશાંતે તે દિવસે મને તેની સાથે બેડરૂમમાં સૂવાનું કહ્યું હતું અને દિશાના મોતની પળેપળની ખબર આપવા કહ્યું હતું. હું સુશાંતને તમામ જાણકારી આપતો હતો.

સુશાંતની આત્મહત્યાના દિવસે શું થયું હતું

7/8
image

સિદ્ધાર્થે કહ્યું કે 12 જૂને મીતૂ દીદી પુત્રીની યાદ આવતા ગોરેગાંવ ખાતેના ઘરે જતા રહ્યાં હતાં. 13 જૂને બિલ ભરવામાં મે સુશાંતની મદદ કરી. તે રાતે સુશાંત ખાધાપીધા વગર જ્યૂસ પીને સૂઈ ગયો. 14 જૂનના રોજ સવારે 10-10.30 વચ્ચે હું હોલમાં આવ્યો અને સિસ્ટમ પર કામ કરવા લાગ્યો. 10.30 વાગ્યાની આસપાસ કેશવે મને કહ્યું કે સુશાંતસર દરવાજો ખોલતા નથી. મે આ વાત દીપેશને બતાવી. ત્યારે અમે જઈને દરવાજો ખખડાવ્યો. પરંતુ સુશાંતે દરવાજો ન ખોલ્યો. ત્યારે જ મીતૂ દીદીનો ફોન આવ્યો તેમણે મને કહ્યું કે મેં સુશાંતને ફોન કર્યો, ઘંટડી વાગી પણ તે ફોન ઉઠાવતો નથી. અમે પણ કહ્યું કે અમે કોશિશ કરી રહ્યાં છે પરંતુ તેઓ દરવાજો ખોલતા નથી. મેં મીતૂ દીદીને ઘરે બોલાવ્યાં. દીપેશને વોચમેનને કહીને ચાવીવાળાને બોલાવવા જણાવ્યું. પરંતુ વોચમેને બરાબર મદદ ન કરી. ત્યારબાદ ગૂગલથી રફીક ચાવીવાળાનો નંબર કાઢીને બપોરે 1.06 વાગે સંપર્ક કર્યો. તેણે મારી પાસે 2000 રૂપિયા માંગ્યા. રફીકના કહેવા પર મે તેને લોકનો ફોટો અને ઘરનું એડ્રસ વોટ્સએપ કર્યાં. ત્યારબાદ મીતૂદીદીને ફોન કરીને ચાવીવાળાની જાણકારી આપી. લોક જોઈને ચાવીવાળાએ ચાવી નહીં બને તેમ કહ્યું. તો મે લોક તોડી નાખવાનું કહ્યું. રફીકે લોક તો઼ડ્યું અને મે 2000 રૂપિયા આપીને જવાનું કહ્યું. 

સુશાંતને પંખા પર લટકતો જોયો

8/8
image

સિદ્ધાર્થે કહ્યું કે 12 જૂને મીતૂ દીદી પુત્રીની યાદ આવતા ગોરેગાંવ ખાતેના ઘરે જતા રહ્યાં હતાં. 13 જૂને બિલ ભરવામાં મે સુશાંતની મદદ કરી. તે રાતે સુશાંત ખાધાપીધા વગર જ્યૂસ પીને સૂઈ ગયો. 14 જૂનના રોજ સવારે 10-10.30 વચ્ચે હું હોલમાં આવ્યો અને સિસ્ટમ પર કામ કરવા લાગ્યો. 10.30 વાગ્યાની આસપાસ કેશવે મને કહ્યું કે સુશાંતસર દરવાજો ખોલતા નથી. મે આ વાત દીપેશને બતાવી. ત્યારે અમે જઈને દરવાજો ખખડાવ્યો. પરંતુ સુશાંતે દરવાજો ન ખોલ્યો. ત્યારે જ મીતૂ દીદીનો ફોન આવ્યો તેમણે મને કહ્યું કે મેં સુશાંતને ફોન કર્યો, ઘંટડી વાગી પણ તે ફોન ઉઠાવતો નથી. અમે પણ કહ્યું કે અમે કોશિશ કરી રહ્યાં છે પરંતુ તેઓ દરવાજો ખોલતા નથી. મેં મીતૂ દીદીને ઘરે બોલાવ્યાં. દીપેશને વોચમેનને કહીને ચાવીવાળાને બોલાવવા જણાવ્યું. પરંતુ વોચમેને બરાબર મદદ ન કરી. ત્યારબાદ ગૂગલથી રફીક ચાવીવાળાનો નંબર કાઢીને બપોરે 1.06 વાગે સંપર્ક કર્યો. તેણે મારી પાસે 2000 રૂપિયા માંગ્યા. રફીકના કહેવા પર મે તેને લોકનો ફોટો અને ઘરનું એડ્રસ વોટ્સએપ કર્યાં. ત્યારબાદ મીતૂદીદીને ફોન કરીને ચાવીવાળાની જાણકારી આપી. લોક જોઈને ચાવીવાળાએ ચાવી નહીં બને તેમ કહ્યું. તો મે લોક તોડી નાખવાનું કહ્યું. રફીકે લોક તો઼ડ્યું અને મે 2000 રૂપિયા આપીને જવાનું કહ્યું.