ગણેશ ચતૃર્થી 2018: આ મહૂર્તમાં થશે બાપાની સ્થાપના, જાણો ચતૃર્થીનો મહિમા

દેશભરમાં ગણેશ ચતૃર્થીના તહેવારની ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભાદરવા સૂદની ચોથને શ્રી ગણેશ ચૃતર્થીના નામે ઉજવવામાં આવે છે

દેશભરમાં ગણેશ ચતૃર્થીના તહેવારની ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભાદરવા સૂદની ચોથને શ્રી ગણેશ ચૃતર્થીના નામે ઉજવવામાં આવે છે. આ વર્ષે ચતૃર્થીનો તહેવાર આજે 13 સપ્ટેમ્બર 2018ના રોજ શરૂ થઇ રહ્યો છે. જો આ દિવસની પુજા યોગ્ય સમય અને મહૂર્તમાં કરવામાં આવે તો તમારી મનોકામનાની પૂર્ણ થાય છે. ચતુર્થી પર કેમ થાય છે ગણેશ પૂજન અને જાણો શું છે આ તહેવારનો મહિમા.

ભાદરવા સુદ ચોથના દિવસે શ્રી ગણેશ ચતુર્થી હોય છે

1/7
image

ભાદરવા સુદ ચોથને શ્રી ગણેશ ચતુર્થીના નામથી ઉજવવામાં આવે છે. આ વર્ષે ચતુર્થીનો તહેવાર આજે 13 સપ્ટેમ્બર 2018ના રોજ શરૂ થઇ રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ગણપતિ જીનો જન્મ મધ્યકાળમાં થયો હતો એટલા માટે તેમની સ્થાપના આજ કાળમાં કરવી જોઇએ.

મધ્યાહન પૂજાના સમયને ગણેશ-ચતુર્થી પૂતા મહૂર્તના નામથી ઓળખવામાં આવે છે

2/7
image

ભગવાન ગણેશનો જન્મ બપોરે થયો હતો. એટલા માટે તેમની પૂજા બપોરના સમયે કરવી જોઇએ. આમતો ગણેશજીની પૂજ સવારે, બપોરે અને સાંજના કોઇપણ સમયે કરી શકાય છે, પરંતુ ચતુર્થીના દિવસે મધ્યાહન 12 વાગ્યાના સમયે ગણેશ પૂજા કરવા માટેનો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

ચતુર્થી તિથિ ગુરૂવાર 13 સપ્ટેમ્બર

3/7
image

મધ્યાહન પૂજાનો સમય ગણેશ-ચતુર્થી પુજા મહૂર્તના નામથી ઓળખાય છે. એટલા માટે પૂજાનું શુભ મહૂર્ત બપોરે 12 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીનું હોય છે. 13 સપ્ટેમ્બરને ગુરૂવારના આખા દિવસમાં ગણેશજીની સ્થાપના અને પૂજા કરી શકો છો.

ગણપતિને લાડુનો પ્રસાદ ધરાવાય છે

4/7
image

ચતુર્થીના દિવસે વહેલી સવારે ઉઠીને સોના, ચાંદી, તાંબુ અને માટીના ગણેશજીની પ્રતિમા સ્થાપના કરી ષોડશોપચાર વિધિથી તેમની પૂજા કરાય છે. પૂજા પછી ચંદ્રને અર્ઘ્યા આપીને બ્રાહ્મણોને દક્ષિણા આપવાની હોય છે. એવી માન્યતા છે કે આ દિવસે ચંદ્રને જોવું ના જોઇએ. આ પૂજામાં ગણપતિને 21 લાડુઓનો પ્રસાદ ચઢાવવાનું વિધાન છે.

પૂજા પછી ચંદ્રને અર્ધ્યા આપીને બ્રાહ્મણોને દક્ષિણા આપો

5/7
image

ગણેશ ચતુર્થી પર જીવનના બધા જ વિઘ્ન દુર કરવા માટે સંધ્યાકાળમાં ગણેશજીની પૂજા જરૂર કરવી જોઇએ. ઘીના દીવા કરી દૂર્વા અને લાડુનો પ્રસાદ ચઢાવવો જોઇએ. ત્યારબાદ ગણેશજીની આરતી કરી પ્રસાદ બધામાં વહેંચી દેવો જોઇએ. ગણેશ ચતુર્થી પર યથાશક્તિ બપ્પાની સેવા કરવાથી જીવનના બધા જ કષ્ટો દુર થાય છે.

ગણેશજીની આરતી કરી પ્રસાદ વહેંચો

6/7
image

ભગવાન ગણેશ ભક્તોની બધી મનોકામનાઓ પુરી કરે છે. ગણેશ ચતુર્થી 10 દિવસનો તહેવાર છે. જેને ગણેશ મહોત્સવ પણ કહેવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર આજે 13 સપ્ટેમ્બરના રોજ શરૂ થયો છે અને 23 સપ્ટેમ્બરે પુરો થશે.

13 સપ્ટેમ્બરથી શરૂ થઇ 23 સપ્ટેમ્બરે પુરો થશે

7/7
image

પુરાણોના અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિનો જન્મ થયો હતો. ઘણી મુખ્ય જગ્યાઓ પર ભગવાન ગણેશની મોટી પ્રતિમાંઓની સ્થાપના કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીને ધામધૂમથી ઉજવવામાં આવે છે.