ભરશિયાળે ઠંડી કે વરસાદ નહીં આવશે આ મોટું સંક્ટ! શું વર્ષ 2024 ગુજરાત માટે ઘાતક સાબિત થશે?
Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરીવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. 1થી 5 જાન્યુઆરી દરમિયાન ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે કમોસમી વરસાદ આવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. આમ, નવા વર્ષના પહેલા જ પખવાડિયામાં માવઠું દસ્તક આપશે. પરંતુ બીજી તરફ ડિસેમ્બર પૂરો થવાનો છે છતા તીવ્ર ઠંડીનો અહેસાસ પણ નથી થઈ રહ્યો. ત્યારે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એટલે કે આગામી પાંચ-સાત દિવસ દરમિયાન હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. જોકે, ભરશિયાળે હવામાન વિભાગે એક મહત્વપૂર્ણ આગાહી કરીને લોકોને ચોંકાવી દીધા છે.
મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી પાંચ-સાત દિવસ દરમિયાન મોટાભાગે વાતાવરણ સૂકુ રહેશે. વરસાદની કોઇ સંભાવના દેખાઈ રહી નથી. આગામી બે દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે. એટલે કે હાલ જેટલું તાપમાન છે તેટલું જ રહેવાની સંભાવના છે. બે દિવસ બાદ એક-બે ડિગ્રી વધી શકે છે. હાલ ઉત્તર દિશાથી ઉત્તર પૂર્વીય પવનો છે, આગામી બે દિવસ બાદ એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે.
આ દિવસોમાં પણ આગાહી
અંબાલાલ પટેલે ચેતવણી આપી કે, હાલ 26 થી 27 ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા છે. આ દિવસોમાં ગુજરાતભરમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. પરંતું 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા છે. ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે.
વરસાદની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા છે. અરબસાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતા છે. તેથી કચ્છ અને જામનગરમા વીજળી સાથે વરસાદની શક્યતા છે. તો નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી છે.
વરસાદની સાથે ઠંડી આવશે
અંબાલાલ પટેલે આગાહી સાથે આ જિલ્લાના લોકોને ચેતવણી આપતા જણાવ્યું કે, જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે. આમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, આગામી બે થી ત્રણ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહી થાય. નલિયામાં 11 થી 14 ડિગ્રી તાપમાન રહેશે. જયારે અમદાવાદમાં 15 થી 17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
2024 ની શરૂઆત વરસાદ
2023 માં આખું વર્ષ ગુજરાતમાં માવઠાનો માર રહ્યો. ત્યારે હવે 2024 ની શરૂઆત પણ આવી રીતે જ થશે. 2024 માં રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર, નવા વર્ષના પ્રારંભમાં જ વાતાવરણમાં મોટો પલટો આવશે. આ દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ આવશે. તો બીજી તરફ, ડિસેમ્બર પૂરો થવા આવી ગયો છે, છતાં ઠંડીનું નામોનિશાન નથી.
આગામી દિવસોમાં અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે. બંગાળની ખાડી અને અરબ સાગરનો ભેજ ભેગો થશે. 29 ડિસેમ્બરના આસપાસ અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થવાની શક્યતા છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેનાથી પણ ગુજરાતમાં માવઠાની શરૂઆત થશે.
જાન્યુઆરી મહિનાની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે. 1 થી 5જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે. આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે.
Trending Photos