NMACC લોન્ચ ઈવેન્ટમાં Shloka Mehta એ પહેરી હતી 100 વર્ષ જુની સોનાની સાડી

Shloka Mehta Wore Gold Saree: મુકેશ અંબાણી અને નીતા અંબાણી પોતાના નવા વેન્ચરને લઈને સતત ચર્ચામાં છે. આ બિઝનેસ કપલે મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર લોન્ચ કર્યું છે. જેના માટે એક ભવ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં શાહરુખ ખાનથી લઈને સલમાન ખાન, એશ્વર્યા રાય, રેખા સહિતના બોલીવુડ અને હોલીવુડના કલાકારોએ હાજરી આપી હતી. 

1/4
image

આ ઇવેન્ટ લોન્ચ થઈ તે દિવસે મુકેશ અંબાણીની મોટી વહુ શ્લોકા મહેતા ખૂબ જ સુંદર સોનેરી સાડીમાં જોવા મળી હતી. આ સાથે જ તેની સેકન્ડ પ્રેગ્નન્સી પણ અનાઉન્સ થઈ હતી. આ ઇવેન્ટ માટે શ્લોકાની બહેન દિયા મહેતાએ તેને સ્ટાઈલ કરી હતી. શ્લોકા મહેતાએ પહેરેલી સાડીની ચર્ચા હવે થઈ રહી છે.

2/4
image

શ્લોકા મહેતાના સાડી લુક ને લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. દિયા મહેતાએ તાજેતરમાં જ એક પોસ્ટ શેર કરીને આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેણે પોતાની દીદી શ્લોકાને ગોલ્ડન સાડીમાં સ્ટાઇલ કરી હતી. આ સાડી શ્લોકા અને દિયાની માતાની છે. 

3/4
image

તેમણે રાજસ્થાનના એક રોયલ પરિવાર પાસેથી આ સાડી ખરીદી હતી. આ એક વિન્ટેજ સાડી છે અને તે 100 વર્ષ જૂની છે. તેના ઉપર સોનાથી કામ કરવામાં આવ્યું છે. 

4/4
image

દિયા મહેતાએ આગળ જણાવ્યું હતું કે. આ ઇવેન્ટ ખૂબ જ ખાસ હતી તેથી શ્લોકાના આઉટફીટ અને લુક ખાસ હોય તે જરૂરી હતું. કારણ કે અહીં તેની પ્રેગ્નન્સી પણ રિવિલ થવાની હતી. શ્લોકા બીજી વખત માતા બનવાની છે અને પૃથ્વી અંબાણીને ટૂંક સમયમાં એક નાનો ભાઈ કે બહેન મળશે.