30 વર્ષ બાદ જૂનમાં શનિ દેવ થશે વક્રી, આ જાતકોના શરૂ થશે અચ્છે દિન, ધન-સંપત્તિ વધશે

Shani Dev Vakri in Kumbh: વૈદિક જ્યોતિષ અનુસાર શનિ દેવ 30 જૂને ઉલ્ટી ચાલ ચાલવા જઈ રહ્યાં છે. શનિ દેવના વક્રી થવાથી ત્રણ રાશિના જાતકોને આર્થિક લાભ અને માન-સન્માન પ્રાપ્ત થઈ શકે છે.
 

શનિ વક્રી

1/5
image

વૈદિક જ્યોતિષ અનુસાર શનિદેવે 30 વર્ષ બાદ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે અને તે 30 જૂને વક્રી થવાના છે. શનિ દેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં વક્રી થશે. જેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેનું આ દરમિયાન ભાગ્ય ચમકી શકે છે. સાથે ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ રાશિ વિશે...

વૃષભ રાશિ

2/5
image

તમારા લોકો માટે શનિ દેવનું વક્રી થવું લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ પોતાની રાશિથી કર્મ ભાવ પર વક્રી થવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમારૂ કામ-કારોબાર ચમકી શકે છે.

તમને પ્રગતિની તક મળશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. જે લોકો નોકરી કરી રહ્યાં છે તેને આ સમયે પ્રમોશન મળી શકે છે. જે લોકો બેરોજગાર છે, તેને નોકરીની તક મળશે. સાથે વેપારીઓને આ સમયે સારો ધનલાભ થશે.  

કુંભ રાશિ

3/5
image

શનિ દેવના વક્રી થવાથી કુંભ રાશિના જાતકો માટે અનુકૂળ સમય રહેશે. કારણ કે શનિ દેવ તમારી રાશિમાં વક્રી થવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સાથે નવા-નવા સંબંધ બનશે. તમારી જે યોજનાઓ અટકેલી છે તે ધીમે ધીમે પૂરી થવા લાગશે અને તમે કોઈ સંપત્તિ ખરીદવાનો પ્રયાસ કરી શકો છો.

લગ્ન જીવન આ સમયે સારૂ રહેશે. કુંવારા લોકોને લગ્ન માટે પ્રસ્તાવ આવી શકે છે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમે જીવનના દરેક ક્ષેત્રમાં મજબૂતીથી જવાબદારીઓનું નિર્વહન કરશો. ભાગીદારીથી કામમાં લાભ થઈ શકે છે.   

મકર રાશિ

4/5
image

તમારા લોકો માટે શનિ દેવનું વક્રી થવું લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી ધન અને વાણી ભાવ પર વક્રી થવાના છે. તેથી આ સમયે તમને અચાનક ધનલાભ થઈ શકે છે.

જે લોકો નોકરી કરી રહ્યાં છે તેના કરિયરમાં પ્રગતિ થશે અને અધિકારીઓની મદદથી તમારા પગારમાં પણ વધારો થશે. આ સાથે તમારી વાણીનો પ્રભાવ વધશે, જેનાથી લોકો પ્રભાવિત થશે. આ સમયે તમારી લોકપ્રિયતામાં વધારો થશે. તમને માન-સન્માનની પ્રાપ્તિ થશે. 

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.