50 વર્ષ બાદ બનશે સૂર્ય અને શનિનો ષડાષ્ટક ખતરનાક યોગ, આ જાતકોની મુશ્કેલી વધશે, ધનહાનિ સાથે સ્વાસ્થ્ય થશે ખરાબ

Shadashtak Yog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ અને સૂર્ય ષડાષ્ટક યોગ બનાવી રહ્યાં છે. જેનાથી ત્રણ રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ. આવો જાણીએ આ રાશિ કઈ છે.

ષડાષ્ટક યોગ

1/5
image

વૈદિક જ્યોષિત પ્રમાણે ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરી શુભ અને અશુભ યોગનું નિર્માણ કરે છે, જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે સૂર્ય દેવ 16 જુલાઈએ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે. કર્ક રાશિમાં આવતા સૂર્યનો શનિ સાથે ષડાષ્ટક યોગ બનશે. જેને જ્યોતિષમાં ખુબ અશુભ માનવામાં આવે છે અને આ યોગનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળશે. તેમાંથી ત્રણ રાશિના જાતકોની મુશ્કેલી વધી શકે છે. આવો જાણીએ કયાં જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. 

કર્ક રાશિ

2/5
image

તમારા લોકો માટે શનિ અને સૂર્યનો ષડાષ્ટક યોગ હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિમાં અષ્ટમ ભાવ પર બની રહ્યો છે. તેથી આ સમયે તમને ગુપ્ત રોગ થઈ શકે છે. સાથે તમારૂ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. આ દરમિયાન તમે કોઈ વાતને લઈ તણાવમાં આવી શકે છે. તો નોકરી-કારોબારમાં સંઘર્ષપૂર્ણ સ્થિતિનો સામનો કરવો પડશે. આ સમયે તમારે ઈન્વેસ્ટમેન્ટ કરવાથી બચવું જોઈએ. આ સમયે તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે. તેથી વાદ-વિવાદથી બચો.

સિંહ રાશિ

3/5
image

શનિ અને સૂર્ય દેવનો ષડાષ્ટક યોગ સિંહ રાશિના જાતકો માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે સિંહ રાશિમાં શનિ દેવ મારકેશ હોય છે. સાથે આ રાશિમાં શનિ દેવ 12માં ભાવમાં બિરાજમાન છે. તેથી આ સમયે તમારે કોઈ વાતને લઈને તણાવ થઈ શકે છે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. આ દરમિયાન કોર્ટ-કચેરીના નિર્ણય તમારા વિરુદ્ધમાં આવી શકે છે. નોકરી કરતા જાતકોએ કાર્યસ્થળ પર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સમયે તમારે કોઈ નવું કામ શરૂ ન કરવું જોઈએ.

ધન રાશિ

4/5
image

તમારા લોકો માટે ષડાષ્ટક યોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે તમારી ગોચર કુંડળીના ત્રીજા ભાવમાં શનિ દેવ છે તો અષ્ટમ ભાવમાં સૂર્ય દેવ બિરાજમાન છે. તેથી આ સમયે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આ સમયે સાવચેતીથી વાહન ચલાવો. કારણ કે દુર્ઘટનાનો યોગ બની રહ્યો છે. જો તમે વેપારી છો તો આ સમયે નવું રોકાણ કરો નહીં. આ સમયે કોઈને ઉધાર નાણા આપવાથી પણ બચો.  

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.