અત્યંત શક્તિશાળી રાજયોગનું થયું નિર્માણ, આ જાતકોને કરિયર અને બિઝનેસમાં મળશે જોરદાર સફળતા, ધનલાભનો પણ યોગ

ઓગસ્ટ મહિનામાં સમસપ્તક, કેન્દ્ર ત્રિકોણ રાજયોગ અને શશ રાજયોગ બનવાથી વૃષભ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે ખુબ ધનલાભ મળવાનો છે. 

ગ્રહ ગોચર

1/5
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. દરેક એક ગ્રહના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં જરૂર પડે છે. આ નવગ્રહમાં સૌથી મહત્વપૂર્ણ શનિ ગ્રહને માનવામાં આવે છે, જે સૌથી ધીમી ગતિએ ચાલે છે. તે એક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી રહે છે. આ સમય શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે અને શશ નામક રાજયોગનું નિર્માણ કરી રહ્યાં છે. તો બીજીતરફ ગ્રહોના રાજકુમાર બુધ પણ દર મહિને રાશિ પરિવર્તન કરે છે, જેના કારણે કોઈને કોઈ ગ્રહની સાથે યુતિ છે. આ સિવાય દૈત્યોના ગુરૂ શુક્ર પણ આશરે 26 દિવસ બાદ રાશિ પરિવર્તન કરે છે. મહત્વનું છે કે ઓગસ્ટ મહિનો આ ગ્રહોના કારણે ખાસ રહેવાનો છે. મહત્વનું છે કે સિંહ રાશિમાં શુક્ર અને બુધની યુતિ થઈ રહી છે. તો બીજીતરફ તેની સામે શનિ ગ્રહ બિરાજમાન છે. બુધ, શુક્ર અને શનિ આમને-સામને છે, જેનાથી સમસપ્તક રાજયોગની સાથે કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં 12 રાશિના જીવન પર જરૂર પ્રભાવ પડશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેને આ રાજયોગોનો સૌથી વધુ લાભ મળશે. 

વૃષભ રાશિ (Vrishabha Zodiac)

2/5
image

ઓગસ્ટ મહિનો વૃષભ રાશિના જાતકો માટે ખાસ છે, કારણ કે આ મહિને આ રાશિમાં મંગળ અને ગુરૂની યુતિ થઈ રહી છે. આ સાથે ચોથા ભાવમાં શુક્ર અને બુધ હાજર છે. તો સામે શનિ હાજર છે, જે શશયોગનું નિર્માણ કરી રહ્યો છે. શનિની દ્રષ્ટિ પણ પોતાના મિત્ર ગ્રહ શુક્ર અને બુધ પર પડી રહી છે. આ સાથે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ પણ લાભકારી સાબિત થઈ શકે છે. વૃષભ રાશિના જાતકોને કરિયરમાં ખુબ લાભ મળવાનો છે. લાંબા સમયથી અટવાયેલા કામ થશે,. સાથે ધન-સંપત્તિમાં વધારો થશે. નવી નોકરી શોધી રહ્યાં છો તો તે પણ મળી શકે છે. તમને તમારી મહેનતનું ફળ મળશે. શનિની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. પરિવારની સાથે સારો સમય પસાર થશે. આ સાથે સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે. 

સિંહ રાશિ (Leo Zodiac)

3/5
image

સિંહ રાશિના પહેલા ભાવમાં શુક્ર અને બુધ બિરાજમાન છે. આ સાથે આ ગ્રહોની સામે શનિ બળવાન અવસ્થામાં બેઠા છે. તેવામાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. સમસપ્તક યોગની સાથે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ ખુશીઓ લાવવાનો છે. કરિયરને લઈને તમે યાત્રા કરી શકો છો. યાત્રાથી તમને લાભ મળશે. વેપારમાં પણ જોરદાર લાભ થવાનો છે. તમારા હરીફો સાથે સારો મુકાબલો થશે, પરંતુ તમને ફાયદો વધુ મળશે. તમે આ દરમિયાન સારી કમાણી કરશો. અચાનક ધનલાભનો યોગ બની રહ્યો છે. આ સિવાય તમે નાણાની બચત કરવામાં સફળ થશો. આવકના નવા સ્ત્રોત ખુલશે. સંબંધોની વાત કરીએ તો જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. આ સાથે જીવનમાં ખુશીઓ આવી શકે છે. આ દરમિયાન તમારૂ સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. 

વૃશ્ચિક રાશિ (Vraschik Zodiac)

4/5
image

આ રાશિના સપ્તમ ભાવમાં શુક્ર અને બુધ બિરાજમાન છે. આ સાથે ચોથા ભાવમાં શનિ શશ રાજયોગ બનાવી રહ્યાં છે. આ રાશિના જાતકોને કામના સંબંધમાં ઉચ્ચ પરિણામ મળી શકે છે. કરિયરમાં સકારાત્મક પ્રભાવ પડી શકે છે. વેપારમાં ખુબ લાભ મળવાનો છે. તમે કોઈ સરકારી પ્રોજેક્ટ મેળવવામાં સફળ થઈ શકો છો. આ સાથે આર્થિક સ્થિતિ સારી રહેશે. તમે કમાણી કરવામાં સફળ રહેશો. પરિવારની સાથે સારો સમય પસાર થશે. જો તમારા લગ્ન જીવનમાં વિવાદ ચાલી રહ્યો છે તો તેનો અંત આવી શકે છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. 

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.