21 વર્ષ પહેલા 11 ફિલ્મફેર અને 5 નેશનલ એવોર્ડ જીત્યા, Shahrukh Khan ની ફિલ્મએ વિદેશમાં પણ મચાવી હતી ધૂમ

Shahrukh Khan Devdas: શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાયની ઐતિહાસિક ફિલ્મ દેવદાસ રિલીઝ થવાના 21 વર્ષ થઈ ગયા છે. આ ફિલ્મને હિન્દી સિનેમાની આઇકોનિક ફિલ્મોમાં ગણવામાં આવે છે.

દેવદાસને પૂરા થયા 21 વર્ષ

1/5
image

શાહરૂખ ખાને પોતાના કરિયરમાં ઘણી યાદગાર અને સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ કેટલીક ફિલ્મોમાં ભજવાયેલા પાત્રો લોકોના મનમાં એવી રીતે વસી ગયા છે કે તેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તેમાંથી એક દેવદાસ છે જેમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવીને ખુબ પ્રેમ જીત્યો હતો. 2023માં આ ફિલ્મે 21 વર્ષ પૂરા કર્યા છે.

2002 માં થઈ હતી રિલીઝ

2/5
image

3શાહરૂખ ખાન જ્યાં દેવદાસ બન્યો હતો તે તેની પારો હતી એશ્વર્યા રાય અને ચંદ્રમુખીનું યાદગાર પાત્ર નિભાવ્યું હતું. 2002માં જ્યારે ફિલ્મ રિલીઝ થઈ તો દુનિયામાં હંગામો મચાવી દીધો હતો. ફિલ્મએ ખુબ સફળતા મેળવી હતી. 

11 ફિલ્મફેર, 5 નેશનલ એવોર્ડ જીત્યા

3/5
image

તે વર્ષે એવોર્ડ શોમાં પણ દેવદાસનું વર્ચસ્વ હતું. આલમ એ હતી કે ફિલ્મે દરેક એવોર્ડ શોમાં ઘણા બધા એવોર્ડ જીત્યા હતા.આ ફિલ્મને અલગ-અલગ કેટેગરીમાં 5 નેશનલ એવોર્ડ અને 11 ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા. આ ફિલ્મ તે વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દર્શાવવામાં આવી હતી.

શાહરૂખ ખાન ધોતીથી થયો હતો પરેશાન

4/5
image

આ ફિલ્મ સાથે જોડાયેલા અનેક કિસ્સા સ્ટાર કાસ્ટ શેર કરી ચુક્યા છે. ફિલ્મમાં શાહરૂખે ધોતી પહેરવાની હતી. પરંતુ ધોતીએ તેના માટે મુશ્કેલી ઉભી કરી હતી. ખુદ શાહરૂખને ધોતી પહેરતા આવડતી નહોતી અને તેને પહેરાવવામાં આવે તો વારંવાર ખુલી જતી હતી.

50 કરોડમાં બની હતી ફિલ્મ

5/5
image

આ સીનમાં શાહરૂખને ધોતી ખુલવાનો ડર રહેતો હતો. તો 21 વર્ષ પહેલા આ ફિલ્મને બનાવવામાં સંજય લીલા ભણસાલીએ ખુબ પૈસા ખર્ચ કર્યા હતા. કહેવામાં આવે છે કે આ ફિલ્મનું બજેટ ત્યારે 50 કરોડ હતું. ચંદ્રમુખીનો કોઠો બનાવવામાં 12 કરોડનો ખર્ચ કર્યો હતો.