Shabnam Saleem Story: પ્રેમીને પામવા માતા-પિતા સહિત 7 લોકોની ઘાતકી હત્યા, માસૂમ બાળકને પણ ન છોડ્યો

આઝાદી બાદ પહેલીવાર કોઈ મહિલાને ફાંસી થવા જઈ રહી હતી જો કે હાલ પૂરતી તે ટળી છે. પ્રેમી સાથે મળીને પરિવારના 7 સભ્યોની હત્યા કરી નાખનારી શબનમનું ડેથ વોરન્ટ હજુ બહાર પડ્યું નથી. 

Shabnam Saleem Story આઝાદી બાદ પહેલીવાર કોઈ મહિલાને ફાંસી થવા જઈ રહી હતી જો કે હાલ પૂરતી તે ટળી છે. પ્રેમી સાથે મળીને પરિવારના 7 સભ્યોની હત્યા કરી નાખનારી શબનમનું ડેથ વોરન્ટ હજુ બહાર પડ્યું નથી. જિલ્લા શાસનના વકીલ મહાવીર સિંહે જણાવ્યું કે રામપુર જેલના રિપોર્ટથી જાણવા મળે છે કે શબનમના વકીલે રાજ્યપાલ સામે પુર્ન વિચારણા અરજી દાખલ કરી છે. તેમણે તેની કોપી પણ અમરોહા સેશન કોર્ટને મોકલી હતી. આ અંગે જિલ્લા જજને રિપોર્ટ મોકલાયો છે. હવે પુર્ન અરજીના નિકાલ બાદ જ  આગળની કાર્યવાહી થશે. જ્યાં સુધી દયા અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી ડેથ વોરન્ટ બહાર પાડી શકાય નહી. 

દયા અરજી બની ઢાલ!

1/7
image

શબનમના વકીલ દ્વારા રાજ્યપાલને મોકલવામાં આવેલી દયા અરજી હાલ તેની ઢાલ બની રહી છે. આ અરજીનું નિરાકરણ  આવે ત્યાં સુધી શબનમનું ડેથ વોરન્ટ બહાર પડી શકે નહીં. રામપુર જેલ પ્રશાસન દ્વારા અમરોહા સેશન કોર્ટને મોકલવામાં આવેલી અરજીની કોપીના આધારે મંગળવારે ડેથ વોરન્ટ બહાર ન પડ્યું. કોર્ટે આ અંગે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. 

નિર્દયતાથી પરિવારના 7 સભ્યોની કરી હતી હત્યા

2/7
image

અમરોહા જિલ્લામાં હસનપુરના ગામ બાવનખેડીમાં પ્રેમી સલીમ સાથે મળીને 14-15 એપ્રિલ 2008ની રાતે પ્રેમી સલીમ સાથે મળીને માસ્ટર શૌકત અલીની પુત્રી શબનમે પોતાના જ પરિવીારના સાત લોકોની નિર્મમ હત્યા કરી નાખી હતી. હત્યાનો ભોગ બનેલા લોકોમાં શબનમના પિતા શૌકત અલી, માતા હાશમી બાઈ, ભાઈ અનીસ અને રાશિદ, ભાભી અંજૂમ, પિતરાઈ બહેન રાબિયા હતા. જેમના ગળા કુહાડીથી કાપી નખાયા હતા. જ્યારે શબનમના માસૂમ ભત્રીજા અર્શનું ગળું દબાવીને હત્યા કરી નખાઈ હતી.

સલીમની દયા અરજી પેન્ડિંગ

3/7
image

15 જુલાઈ 2010ના રોજ અમરોહા સેશન કોર્ટ દ્વારા સલીમ અને શબનમને ફાંસીની સજા સંભળાવવામાં આવી. ત્યારબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ આ સજાને યથાવત રાખી. એટલે સુધી કે રાષ્ટ્રપતિ પણ તેની દયા અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ બંનેએ ફરીથી સુપ્રીમ કોર્ટમાં પુર્નવિચાર અરજી દાખલ કરી. સુપ્રીમ કોર્ટે શબનમની અરજી ફગાવતા રામપુર જેલ પ્રશાસનને ફાંસીનો આદેશ મોકલ્યો હતો. જ્યારે  હજુ પણ સલીમની પુર્નવિચાર અરજી પેન્ડિંગ છે. 

23 ફેબ્રુઆરીએ બહાર પડવાનું હતું ડેથ વોરન્ટ

4/7
image

સુપ્રીમ કોર્ટનો આદેશ મળ્યા બાદ રામપુર જેલ પ્રશાસને અમરોહા સેશન કોર્ટને ડેથ વોરન્ટ જારી કરવા માટે રિપોર્ટ મોકલ્યો. આ જ ક્રમમાં મંગળવારે 23 ફેબ્રુઆરીના રોજ સેશન કોર્ટે ડેથ વોરન્ટ બહાર પાડવાનું હતું. સેશન કોર્ટે અભિયોજન અધિકારી પાસે શબનમ પ્રકરણ અંગે રિપોર્ટ માંગ્યો. 

રાજ્યપાલને દયા અરજી

5/7
image

આ દરમિયાન ગત શુક્રવારે સુપ્રીમ કોર્ટના વકીલ રાજીવ જૈન રામપુર જેલ પહોંચ્યા અને તેમણે શબનમ તરફથી રાજ્યપાલને પુર્નવિચાર દયા અરજી દાખલ કરવા માટે પ્રાર્થના પત્ર આપ્યો. જેલ પ્રશાસને તેની એક કોપી સેશન કોર્ટને મોકલી હતી. 

દયા અરજીમાં 3 પોઈન્ટનો હવાલો

6/7
image

શબનમના વકીલે રાજ્યપાલ પાસે ફાંસીની સજા પર રોક લગાવવાની માગણીમાં 3 પોઈન્ટનો હવાલો આપ્યો છે. પુત્ર તાજ સાથે હરિયાણાના સોનિયા કાંડનું દ્રષ્ટાંત જણાવતા સજાને ઉમરકેદમાં ફેરવવાની માગણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ રાજીવ જૈન તરફથી શબનમ શબનમની દયા અરજી રાજ્યપાલને મોકલાઈ છે. 

પુત્રના ઉછેરનો મુદ્દો

7/7
image

આ મામલે શબનમના વકીલ શમશેર સૈફીએ કહ્યું કે અમે તેના પુત્રની પરવરિશના મુદ્દાની સાથે જ હરિયાણાના સોનિયા કાંડ, દેશમાં હજુ સુધી કોઈ મહિલાને ફાંસી ન અપાઈ હોવાને આધાર બનાવ્યો છે. શબનમના પુત્રની કસ્ટડી ઉસ્માન અને વંદના પાસે છે. ઉસ્માન શબનમના કોલેજમાં તેનાથી બે વર્ષ જૂનિયર હતો. બાળકનો ઉછેર કરનારી મોટી મા એટલે કે વંદનાનું કહેવું છે કે આ બાળક આજે બેવડી જિંદગી જીવી રહ્યો છે. કેસને જલદી ખતમ કરવામાં આવે.