ધનતેરસના દિવસે જો આ વસ્તુઓ જોવા મળે ખુબ જ શુભ કહેવાય, નસીબ આડેથી પાંદડું હટી જશે!

જો તમે આ પાવન પર્વના દિવસે કેટલીક શુભ વસ્તુઓ જુઓ તો તમારા નસીબ આડેથી પાંદડું ખસી શકે છે અને રાતો રાત ભાગ્ય ચમકી શકે છે. આજ તમને અમે એવી જ કેટલીક ચીજ વસ્તુઓ વિશે જણાવીએ છીએ જે તમારો ભાગ્યનો સિતારો ચમકાવી શકે છે. 

નવી દિલ્હી: 13 નવેમ્બર એટલે કે આજે ધનતેરસનો શુભ દિવસ છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિ, કુબેરજી, અને માતા લક્ષ્મીની પૂજા થાય છે. પુરાણો મુજબ ભગવાન ધનવંતરિ સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશ લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા હતા. આ વિશેષ દિવસે તેમના પ્રગટ થવાના કારણે જ આજના દિવસને ધનતેરસ કહે છે. ધનતેરસના દિવસે પીતળ કે ચાંદીની વસ્તુ ખરીદવાની પણ પરંપરા છે. પુરાણોમાં ધનતેરસના દિવસે કઈંકને કઈંક જોવું પણ શુભ મનાય છે. જો તમે આ પાવન પર્વના દિવસે કેટલીક શુભ વસ્તુઓ જુઓ તો તમારા નસીબ આડેથી પાંદડું ખસી શકે છે અને રાતો રાત ભાગ્ય ચમકી શકે છે. આજ તમને અમે એવી જ કેટલીક ચીજ વસ્તુઓ વિશે જણાવીએ છીએ જે તમારો ભાગ્યનો સિતારો ચમકાવી શકે છે. 

કિન્નરોની હાજરી

1/6
image

ધનતેરસના દિવસે તમારા ઘરે કિન્નર આવે અને પોતાની મરજીથી કોઈ સિક્કો ચૂમીને તમને આપે તો માની લો કે તમને ક્યારેય ધનની કમી નહીં રહે. 

સફેદ બિલાડી

2/6
image

ધનતેરસના દિવસે સફેદ બિલાડી દેખાય તે પણ ખુબ શુભ મનાય છે. સફેદ બિલાડીને જોતા જ તમારા બગડેલા અને અધૂરા કામ પૂરા થવા લાગશે. 

કન્યા પાસેથી મળેલ ઉપહાર

3/6
image

ધનતેરસના દિવસે જો કોઈ કન્યા તમને જણાવ્યાં વગર કઈંક ઉપહાર આપી દે અથવા તો સિક્કો આપે તો તે પણ તમારા માટે શુભ સંકેત છે. 

ઘૂવડ

4/6
image

ધનતેરસ પર માતા લક્ષ્મીની પૂજા પણ થાય છે. લક્ષ્મીજીનું વાહન ઘૂવડ છે, આથી ઘૂવડ જોવા મળે તો પણ તે શુભ સંકેત મનાય છે. 

રસ્તા પર રૂપિયા મળી આવે

5/6
image

ધનતેરસ પર રસ્તા પર પડેલા પૈસા મળી આવી તો તે પણ શુભ મનાય છે. જો તમે આજના દિવસે રોડ પર ક્યાંક પડેલા પૈસા ધ્યાનમાં આવે અને મળે તો તેને ઉઠાવવામાં જરાય મોડું ન કરતા અને તેને પર્સમાં સંભાળીને મૂકી દો. આમ કરવાથી તમારા ખિસ્સામાં ક્યારેય નાણાની તંગી નહીં રહે. 

ગરોળી

6/6
image

ધનતેરસના પાવન અવસરે રાતે ઘરમાં ગરોળી જોવા મળે તો ખુબ શુભ મનાય છે. ગરોળી દેખાય તો તમારી ખાડામાં ગયેલી તકદીર ચમકી શકે છે.