Swapna Shastra: સપનામાં ઘોડાનું દેખાવું હોય છે ખાસ સંકેત, જાણો સ્વપ્નશાસ્ત્ર અનુસાર શું થાય આ સપનાનો અર્થ
Swapna Shastra: સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં કોઈપણ વસ્તુ દેખાય તો તેનો ખાસ અર્થ હોય છે. સપનામાં કેટલીક વસ્તુઓ દેખાવી શુભ સંકેત માનવામાં આવે છે. જ્યારે કેટલાક સપના આવનાર સંકટની ચેતવણી સમાન હોય છે. સપનામાં જો ઘોડો દેખાય તો તે ખાસ સંકેત છે.
સપનામાં ઘોડો
સપનામાં ઘોડો દેખાય તો તે સારો સંકેત છે. સપનામાં ઘોડો દેખાય તો સમજી લેવું કે તમને આવનારા સમયમાં સફળતા મળવાની છે.
ઘોડાની સવારી
જો સપનામાં તમે અનુભવો કે તમે ઘોડાની સવારી કરી રહ્યા છો તો તે પણ શુભ છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર જો સપનામાં ઘોડાની સવારી કર્યાનો અનુભવ થાય તો સમજી લેવું કે ટૂંક સમયમાં તમે તમારા લક્ષને પ્રાપ્ત કરશો.
સફેદ ઘોડો
સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં સફેદ ઘોડો દેખાય તો તેનો અર્થ છે કે તમારા જીવનમાંથી સમસ્યાઓ દૂર થવાની છે અને કામ પૂરા થવા લાગશે.
કાળો ઘોડો
સપનામાં જો કાળો ઘોડો દેખાય તો સમજી લેવું કે જીવનમાં પ્રગતિ થવાની છે અને અટકેલા કામ પૂરા થવા લાગશે.
દોડતો ઘોડો
જો સપનામાં ઘોડો સતત દોડતો હોય તેવું દેખાય તો સમજી લેવું કે તમને સફળતા મળશે અને શક્તિ વધશે.
સાત ઘોડા
સપનામાં જો સાત ઘોડા એક સાથે જોવા મળે તો તે જીવનમાં થનાર પ્રગતિ નો સંકેત છે..
ઘોડાની તસવીર
જો સપનામાં તમે જુઓ કે તમારા ઘરમાં ઘોડાની તસવીર લગાડેલી છે તો તેનો અર્થ છે કે સમાજમાં પ્રતિષ્ઠા વધશે.
પાંખવાળો ઘોડો
જો સપનામાં તમને પાંખવાળો ઘોડો જોવા મળે તો સમજી લેવું કે જીવનમાં માંગલિક કાર્ય થવાનું છે આવું સપનું વિવાહનો સંકેત પણ હોય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos