કોલ્ડ સ્ટોરેજ વગર અધૂરુ છે વેક્સીનેશન મિશન, આવો છે સ્ટોરેજના અંદરનો નજારો
ગાંધીનગરમાં વેક્સીનના કોલ્ડ સ્ટોરેજ બહાર આસોપાલવના તોરણ બાંધીને વેક્સીનને આવકારવામાં આવી હતી. ત્યારે વેક્સીનેશનના પ્રોસેસ માટે પહેલેથી જ રાજ્યભરના કોલ્ડસ્ટોરેજ તૈયાર કરી દેવામાં આવ્યા છે.
ઝી મીડિયા/બ્યૂરો :16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં મિશન વેક્સીનેશન શરૂ થવા જઈ રહ્યું છે. કોરોના વોરિયર્સથી વેક્સીનેશન (vaccination) ની શરૂઆત થશે. આજે ગુજરાતમાં પણ વેક્સીનનું આગમન થઈ ગયું છે. કેન્દ્રએ આજે 2 લાખ 76 હજાર વેક્સીન (corona vaccine) નો જથ્થો ગુજરાતને મોકલી આપ્યો છે. અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ અને ગાંધીનગરના કોલ્ડ સ્ટોરેજમાં વેક્સીનનો જથ્થો રાખવામાં આવ્યો છે. વેક્સીનેશનની પ્રોસેસ કોલ્ડ સ્ટોરેજ વગર અધૂરી છે. ગાંધીનગરમાં વેક્સીનના કોલ્ડ સ્ટોરેજ બહાર આસોપાલવના તોરણ બાંધીને વેક્સીનને આવકારવામાં આવી હતી. ત્યારે વેક્સીનેશનના પ્રોસેસ માટે પહેલેથી જ રાજ્યભરના કોલ્ડસ્ટોરેજ તૈયાર કરી દેવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં વેક્સીનના કોલ્ડ સ્ટોરેજ બહાર આસોપાલવના તોરણ બાંધીને વેક્સીનને આવકારવામાં આવી હતી.
વેક્સીન કોલ્ડ સ્ટોરેજની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. આજે ગુજરાતને મળેલી વેક્સીનની ખાસ વાત એ છે કે, આ તમામ વેક્સીન 3 નવેમ્બર, 2020 બની છે. તેની એક્સપાયરી ડેટ 1 મે, 2021 છે. એટલે કે, ત્રણ મહિનામા જ તમામ વેક્સીનો ઉપયોગ કરી લેવાનો રહેશે. વેક્સિનને કોલ્ડ સ્ટોરેજના 2 થી 8 ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવશે.
અંદરથી આવો છે વેક્સીનના કોલ્ડ સ્ટોરેજનો નજારો
રાજ્ય સરકારની સૂચના બાદ રાજ્યની અનેક હોસ્પિટલો ખાતે રિજનલ વેક્સીન કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરાયા છે. જેમાં વેક્સીનના ડોઝ રાખી શકાય તેવા કોલ્ડસ્ટોરેજ તૈયાર કરાયા છે. અમદાવદા જિલ્લામાં 53 કોલ્ડસ્ટોરેજ ચેઈન પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. PHC, CHC, UHC સેન્ટર સુધી ટેમ્પરેચર મેન્ટેન કરી વેક્સીન રાખી શકાશે. કોરોના વેકસિન ટેમ્પરેચર જાળવવા આધુનિક નેટવર્ક પણ તૈયાર કરાયું છે. ઈલેક્ટ્રોનિક્સ વેક્સીન ઇન્ટેલિજન્સ નેટવર્ક (EVIN) દ્વારા વેક્સીનના ટેમ્પરેચર પર નજર રાખશે. ફ્રીઝરમાં જો ટેમ્પરેચર વધુ-ઓછું થશે તો તરત જ વેક્સીન ઓફિસરને ઓટોમેટિક મેસેજ જનરેટ થઈને તેમના મોબાઇલ પર માહિતી મળશે. રાજ્યના તમામ વેક્સીન ઓફિસરના મોબાઇલ EVIN થી જોડવામાં આવ્યા છે.
Trending Photos