PICS: કોંગ્રેસના આ ધૂરંધર યુવા નેતાએ ખેતરમાં ગુજારી રાત, લોકોની સમસ્યાઓ જાણી

સચિન પાઈલટે 3 જિલ્લાઓની મુલાકાત લીધી અને લોકોની સમસ્યાઓ સાંભળી. પરંતુ સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તેમની જાલૌર જિલ્લાની કસોલા ગામની મુલાકાતની. જ્યાં તેમણે ખેડૂતના ત્યાં ખેતરમાં રાત્રી રોકાણ કર્યું. આ દરમિયાન તેમણે ખેડૂતોના હાલચાલ પૂછ્યા અને સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ચર્ચા કરી. 
 

રાજસ્થાનમાં કોગ્રેસમાં આંતરિક વિખવાદ વચ્ચે કેટલીક સુખદ તસવીરો સામે આવી છે. રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાઈલટ બે દિવસના પ્રદેશના પ્રવાસે છે. 2 દિવસોમાં સચિન પાઈલટે 3 જિલ્લાઓની મુલાકાત લીધી અને લોકોની સમસ્યાઓ સાંભળી. પરંતુ સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તેમની જાલૌર જિલ્લાની કસોલા ગામની મુલાકાતની. જ્યાં તેમણે ખેડૂતના ત્યાં ખેતરમાં રાત્રી રોકાણ કર્યું. આ દરમિયાન તેમણે ખેડૂતોના હાલચાલ પૂછ્યા અને સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ચર્ચા કરી. 
 

સામાન્ય લોકોની જેમ ઝૂપડીમાં રહ્યાં

1/6
image

સચિન પાઈલટ એક સામાન્ય માણસની જેમ જ ખેતરમાં રહ્યાં, સ્થાનિકો સાથે ભોજન કર્યુ અને ખુલ્લા આકાશ નીચે ચોપાલ લગાવી અને વિસ્તારના ખેડૂતોની સમસ્યા પણ સાંભળી.

ખેડૂતના ખેતરમાં કર્યો આરામ

2/6
image

ઉપમુખ્યમંત્રી સચિન પાઈલટ રવિવારે સાંજે જાલૌર જિલ્લાના કાસેલા ગામ પહોંચ્યા અને ત્યાં ખેડૂત જયકિશનના ખેતર પર રાત્રી રોકાણ કર્યું. 

સાંગરીનું શાક, છાશ, રબડી અને બાજરાનો રોટલો ખાધો

3/6
image

સચિન પાઈલટે સાંગરીનું શાક, છાશ, રબડી અને બાજરાનો રોટલો ખાધો. ઓફિસરો અને નેતાઓ માટે પણ ખેતરમાં જ રોકાવવાની વ્યવસ્થા કરાઈ હતી.   

ખેડૂતોના હિતેષી પાઈટલ 2 વર્ષ અગાઉ પણ આ રીતે ખેતરમાં રોકાયા હતાં

4/6
image

પાઈલટે 2 વર્ષ પહેલા પણ કાસેલા ગામના ખેડૂત જયકિશનના ત્યાં રાત્રીરોકાણ કર્યું હતું. પાઈલટ ત્યારે વિપક્ષમાં હતાં. પરંતુ હવે જ્યારે આવ્યાં છે ત્યારે પ્રદેશના ઉપમુખ્યમંત્રી છે ત્યારે આવ્યાં છે. 

જમીન સાથે જોડાયેલા હોવાનો દાવો

5/6
image

આ રાત્રી ચોપાલના માધ્યમથી પાઈલટે એવો સંદેશો આપવાની કોશિશ કરી છે કે તેઓ જમીન સાથે જોડાયેલા નેતા છે અને ખેડૂતો સાથે તેમનો સીધો સંપર્ક છે.

ભીષણ ગરમીમાં ખેડૂતોના જીવનનું સંકટ પણ જાણ્યુ

6/6
image

ખેતરમાં રાત્રી રોકાણ પાછળ સચિન પાઈલટનો હેતુ એ હતો કે ખેડૂતોની વચ્ચે રહીને તેમની સમસ્યાઓ જાણી શકે. આ સાથે જ ખબર  પડે કે એક ખેડૂત 50 ડિગ્રી તાપમાનમાં કેવી રીતે જીવે છે.