Manali ફરવા ગયા અને આ 5 સીક્રેટ જગ્યાઓ ન જોઈ તો ફોગટ ગયો ફેરો, સોળે કળાએ ખીલી છે અહીં પ્રકૃતિ

Secret Places Of Manali: દર વર્ષે દેશભરમાંથી હજારો પ્રવાસીઓ મનાલી ફરવા જાય છે. મનાલી હિમાચલ પ્રદેશમાં આવેલું નાનકડું શહેર છે જે જંગલ અને નદીઓથી ઘેરાયેલું છે. જો કે મોટાભાગના લોકો જે મનાલી ફરવા જાય છે તે મનાલી આસપાસની આ સુંદર જગ્યાઓની મુલાકાત લેવાનું ચુકી જાય છે. મનાલી આસપાસ આવેલી આ જગ્યાઓનું સૌંદર્ય તમને મંત્રમુગ્ધ કરી દેશે. 
 

પત્તિકુહલ

1/5
image

આ સુંદર ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. આ જગ્યા વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. તેથી અહીં તમને શાંતિ મળશે. મનાલીથી આ જગ્યા માત્ર 27 મિનિટ દુર છે. 

મલાના

2/5
image

મનાલીથી 2 કલાકની દુરી પર આવેલું છે મલાના. આ જગ્યા વિદેશી પ્રવાસીઓને વધારે આકર્ષે છે. અહીંના લાકડાના મંદિર જોવા લાયક છે.

થાનેદાર

3/5
image

મનાલીથી અહીં જવા માટે 3 કલાકની મુસાફરી કરવી પડે છે. પરંતુ અહીં પહોંચ્યા બાદ તેનું સૌંદર્ય જોઈ તમારો થાક ઉતરી જશે. આ જગ્યામાં સફરજન અને ચેરીની ખેતી થાય છે.

સોઈલ

4/5
image

મનાલીથી સોઈલ 37 મિનિટ દુર છે. અહીં પહોંચવા સુધી વાહનનો ઉપયોગ કરી શકાય છે પછી તમારે ચાલીને જવું પડશે. અહીં નદી, ઝાડ અને પર્વત વચ્ચેથી પસાર થતા રસ્તા તમારું દિલ જીતી લેશે.

સલજા

5/5
image

મનાલી નજીક આવેલું આ સુંદર ગામ છે. આ જગ્યાએ સુંદર વોટરફોલ્સ અને વિષ્ણુ મંદિર આવેલું છે. અહીં જવા માટે ટ્રેકિંગ કરવું પડે છે. રસ્તો જંગલમાંથી પસાર થાય છે જે અદ્ભુત અનુભૂતિ કરાવે છે.