એક ઈન્જેક્શનના કારણે મહિલા ગર્ભવતી થઈ ગઈ, કપલને મળ્યા 74 કરોડ રૂપિયા

જરા અમથી બેદરકારીની કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે. જેનું સટીક ઉદાહરણ અમરિકાના સિએટલમાં જોવા મળ્યું. એક નર્સની બેદરકારીએ મહિલાની મુશ્કેલીઓ વધારી દીધી. આ મામલે જજે મહિલાને 10 મિલિયન ડોલર (74 કરોડ રૂપિયાથી વધુ)ની રકમ આપવાનો ચુકાદો સંભળાવ્યો છે. 
 

નર્સની બેદરકારી મહિલાને પડી ભારે

1/7
image

Seattletimes.comના રિપોર્ટ મુજબ યેસેનિયા પચેકો નામની મહિલા એક કમ્યુનિટી ક્લિનિકમાં બર્થ કંટ્રોલ ઈન્જેક્શન મૂકાવવા માટે ગઈ હતી. પરંતુ નર્સે ભૂલથી તેને ફ્લૂ શોટ લગાવી દીધો. 

મહિલાએ વિકલાંગ બાળકીને આપ્યો જન્મ

2/7
image

ખોટા ઈન્જેક્શન બાદ કપલને વિકલાંગ  બાળકી પેદા થઈ. પછી તો મામલો કોર્ટમાં પહોંચ્યો. જજે ગત અઠવાડિયે બાળકી માટે 55 કરોડ રૂપિયા, જ્યારે કપલના નુકસાનની ભરપાઈ માટે 18 કરોડ રૂપિયા આપવાનો આદેશ કર્યો છે. 

ન્યાય માટે લાંબી લડત

3/7
image

ન્યાય માટે આ કપલે લગભગ 8 વર્ષ સુધી કોર્ટમાં લડત લડવી પડી. 

મહિલાને નહતું બનવું માતા

4/7
image

જજે કહ્યું કે બાળકીની સારવાર, અભ્યાસ અને અન્ય ખર્ચા માટે પૈસા આપવામાં આવી રહ્યા છે. અત્રે જણાવવાનું કે યેસેનિયા પચેકો માતા બનવા જ નહતી માંગતી આથી તે બર્થ કંટ્રોલનું ઈન્જેક્શન મૂકાવવા હોસ્પિટલ ગઈ હતી. પરંતુ નર્સની બેદરકારી અને ખોટા ઈન્જેક્શનના કારણે તે પ્રેગનેન્ટ થઈ ગઈ. 

બર્થ કંટ્રોલ ઈન્જેક્શનની જગ્યાએ આપી દીધો ફ્લુ શોટ

5/7
image

આ કેસમાં અમેરિકાની ફેડરલ સરકારને ભૂલ માટે જવાબદાર ગણવામાં આવી છે. કારણ કે મહિલાએ સરકારી ક્લિનિકમાં ઈન્જેક્શન મૂકાવ્યું હતું. 

2015માં કેસ દાખલ કર્યો

6/7
image

કપલના વકીલ માઈક મેક્સવેલ અને સ્ટીવ અલ્વારેઝે કહ્યું કે આ લડત 8 વર્ષ ચાલી કારણ કે સરકારે નર્સની ભૂલની જવાબદારી લેવાની ના પાડી દીધી હતી. તેમણે જણાવ્યું કે બાળકીના જન્મના ત્રણ વર્ષ બાદ 2015માં કેસ દાખલ કરવામાં આવ્યો. 

પહેલેથી 2 બાળકોની માતા છે મહિલા

7/7
image

રિપોર્ટ મુજબ યેસેનિયા પચેકો 16 વર્ષની ઉંમરે એક રેફ્યુજી તરીકે અમેરિકા આવી હતી. ઘટના સમયે તે બે બાળકોની માતા હતી અને પરિવાર આગળ વધારવા ઈચ્છતી નહતી. આથી તે ઈન્જેકશન મૂકાવવા આવી હતી. પરંતુ નર્સે પચેકોનો ચાર્ટ જોયા વગર જ ફ્લુની રસી આપી દીધી.