સાબરમતી રિવરફ્રન્ટ પર યુદ્ધ ધોરણે સી પ્લેનની કામગીરી શરૂ, જેટી નદીમાં ઉતારાઈ

અમદાવાદમાં સી પ્લેનની સુવિધા શરૂ થવા જઈ રહી છે. ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ (ahmedabad river front) પર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે

આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદમાં સી પ્લેનની સુવિધા શરૂ થવા જઈ રહી છે. ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ (ahmedabad river front) પર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સી પ્લેન (sea plane) સર્વિસ માટે ફ્લોટિંગ જેટી ગઈકાલે સરદાર બ્રિજ પહોંચી હતી. ત્યારે આજે સાબરમતી નદીમાં જેટી ઉતારવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. ફ્લોટીંગ જેટી અમદાવાદ પહોંચ્યા બાદની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. અમદાવાદની ફાયરબ્રિગેડની ટીમે પણ સતત હાજર રહી અને આ જેટી ખેંચવાની કામગીરી કરી હતી. જ્યાં સુધી પ્રોજેક્ટ પૂર્ણ નહિ થાય ત્યાં સુધી અમદાવાદ ફાયર વિભાગના જવાનો સતત સરદાર બ્રિજ રિવરફ્રન્ટ હાજર રહેશે. તેમજ ગુજરાતને મળનારા નવુ નજરાણું સી પ્લેનના પ્રોજેક્ટ માટે પણ ફાયરના જવાનોને ટ્રેનિંગ આપી સતત હાજર રાખવામાં આવશે.  

1/4
image

અમદાવાદમાં સી પ્લેન માટે તૈયારીઓ થઈ રહી છે. આજે તેની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આજે સી પ્લેનની ફ્લોટિંગ જેટીને સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ સુધી લઇ જવાશે. જ્યાંથી જેટીની ટ્રાયલ કરવામાં આવશે. જેને લઈ હાલ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

2/4
image

અમદાવાદના 5 બ્રિજ પર ફાયર સહિતની ટીમોએ કામગીરી હાથ ધરી છે. એક જેટીની 9 મીટર પોહળાઈ 24 મીટર લંબાઈ છે. અને બધી જ જેટીનું કુલ વજન 102 ટન છે. મરીન ટેક ઈન્ડિયાના એમડી ગૌતમ દત્તાએ જણાવ્યું કે, અમે ટર્મિનલ તૈયાર કરી રહ્યા છીએ. અમારી કંપની ફિનલેન્ડમાં છે, અમારી કંપની સી પ્લેન પ્રોજેક્ટ તૈયાર કરી રહી છે. અહીં હાલ 6 જેટી લાવવામાં આવી છે, જેને નદીમાં જોડવામાં આવશે. 

3/4
image

અમદાવાદીઓએ ટૂંક સમયમાં જ સી પ્લેન મળશે. સી પ્લેનને કારણે કનેક્ટિવી અને પ્રવાસનક્ષેત્રે ફાયદો થશે. દેશનું સૌથી પહેલી સી પ્લેન ગુજરાતમાંથી શરૂ થવાનું છે. ત્યારે સી પ્લેનની પ્રથમ ઉડાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની રહેશે. પીએમ મોદી 31 ઓક્ટોબરના રોજ રિવરફ્રન્ટથી કેવડિયા સી પ્લેનમાં જશે.

4/4
image

અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું 200 કિલોમીટરનું અંતર કાપતાં લગભગ 50 મિનિટનો સમય લાગશે. સાબરમતી રિવરફ્રન્ટમાં વોટર એરોડ્રામ બનાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. સરદાર બ્રિજથી અંબેડકર બ્રિજ લઇ જવાશે, જ્યાંથી જેટીને પાણીમાં તરતી મૂકાશે. ક્રેનની મદદથી જેટીને પાણીમાં ઉતારાઈ હતી.