SBI ની મદદથી વધારો તમારો બિઝનેસ, એકદમ સરળતાથી મળશે સસ્તા વ્યાજ દરે આ લોન
સમાન્ય રીતે વેપારીઓને કોઈપણ પ્રકારની લોન લેવા માટે બેલેન્સ શીટ (Balance Sheet) દેખાળવી પડે છે, પરંતુ એસબીઆઇની (SBI) આ સ્પેશિયલ ઓફરમાં બેલેન્સ શીટ દેખાળવાની જરૂરીયાત નથી
નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ખુબ જ ઓછા વ્યાજ દર પર વેપારીઓને ગોલ્ડ લોન (Gold Loan) આપી રહી છે. તેમાં સૌથી ખાસ વાત એ છે કે, આ ગોલ્ડ લોન એકદમ સરળતાથી મળી જશે જેનાથી તમે તમારો બિઝનેસ (Business) વધારી શકશો. એસબીઆઇની આ સ્પેશિયલ ઓફર અંતર્ગત વેપારીઓને બેલેન્સ શીટ (Balance Sheet) દેખાળવાની જરૂરિયાત રહેતી નથી.
એસબીઆઇની ગોલ્ડ લોન ઓફર
એસબીઆઇની (SBI) આ ગોલ્ડ લોન (Gold Loan) ઓફર ખાસ રીતે વેપારીઓ માટે છે. આ ઓફર અંતર્ગત 1 લાખ 50 હજાર સુધી લોન આપવામાં આવી શકે છે. એસબીઆઇની (SBI) આ ઓફરથી વેપારીઓને તેમના બિઝનેસમાં (Business) વધારો કરી શકે છે.
ખુબ જ ઓછો વ્યાજ દર
એસબીઆઇની (SBI) આ સ્પેશિયલ ગોલ્ડ લોન ઓફર માત્ર 7.25 ટકા વર્ષના વ્યાજ દર પર મળશે. તેને એવું પણ સમજી શકો છો કે, જો તમે એક વર્ષ માટે 1 લાખ રૂપિયાની ગોલ્ડ લોન (Gold Loan) લો છો તો તમારે તેના માટે માત્ર 7250 રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે.
બેલેન્સ શીટની જરૂરિયાત નથી
સમાન્ય રીતે વેપારીઓને કોઈપણ પ્રકારની લોન લેવા માટે બેલેન્સ શીટ (Balance Sheet) દેખાળવી પડે છે, પરંતુ એસબીઆઇની (SBI) આ સ્પેશિયલ ઓફરમાં બેલેન્સ શીટ દેખાળવાની જરૂરીયાત નથી. માત્ર તમારું સોનું (Gold) મોર્ટગેજ મુકી તમે લોન લઇ શકો છો.
નજીકની બ્રાન્ચમાંથી મેળવો સંપૂર્ણ જાણકારી
એસબીઆઇએ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર સ્પેશિયલ ગોલ્ડ લોન (Gold Loan) ઓફરની જાણકારી આપી છે. એસબીઆઇએ (SBI) તેમના ગ્રાહકોને કહ્યું છે કે, તેઓ નજીકની બ્રાન્ચમાં જઇને આ સ્પેશિયલ ગોલ્ડ લોનની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે. એસબીઆઇનો દાવો છે કે, લોન લેવાની સંપૂર્ણ પ્રક્રિયા ઘણી સરળ છે અને તેનાથી કોઈપણ લોન લેનારને મુશ્કેલી નહીં પડે.
Trending Photos