SBI ના કરોડો ગ્રાહકોને બલ્લે-બલ્લે, આજથી લાગૂ થયા નવા વ્યાજ દર

SBI FD Interest Rates: જો તમે પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI) કસ્ટમર છો તો આ સમાચાર તમારા માટે કામના છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI) દ્વારા ફરી એકવાર વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. બેંક તરફ્થી વ્યાજ દરમાં 75 બેસિસ પોઇન્ટ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જોકે તેનો ફાયદો તમામ ગ્રાહકોને મળશે નહી. બેંક તરફથી એફડીના નવા વ્યાજ દરને 15 મે 2024 થી લાગૂ કરી દેવામાં આવ્યા છે. 

1/6
image

બેંક તરફથી લાગૂ એફડીના નવા વ્યાજ દર 2 કરોડથી વધુની રકમ પર લાગૂ થશે. બેંકની વેબસાઇટ અનુસાર 46 દિવસથી 179 દિવસની વચ્ચે મેચ્યોર થનાર એફડીના વ્યાજ દરમાં 75 બેસિસ પોઇન્ટનો વધારો થયો છે. આ પહેલાં 4.75% થી વધીને 5.50% થઇ ગઇ છે. સીનિયર સિટીઝનને આ સમયગાળા પર 5.25% થી વધારીને 6% નું વ્યાજ આપવામાં આવશે. 

2/6
image

એસબીઆઇએ નોર્મલ ગ્રાહકો માટે 180 દિવસના સમયગાળ પર વ્યાજ દર 25 બીપીએસ વધારીને 5.75% થી 6% કરી દીધી છે. બેંકે 211 દિવસથી લઇને 1 વર્ષથી ઓછા સમયગાળા વાળી એફડીના દરમાં સામાન્ય ગ્રાહકો માટે 6% થી 6.25% અને સીનિયર સિટીઝન માટે 6.50% થી 6.75% નો વધારો કર્યો છે. 

3/6
image

બેંકે 7 થી 45 દિવસ માટે બલ્ક ડિપોઝીટ પરના વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. તેના કારણે સામાન્ય ગ્રાહકો માટેનો દર 5% થી વધીને 5.25% થયો છે. વરિષ્ઠ નાગરિકો માટે બેંકે સમાન અવધિ પર વ્યાજ દર 5.50% થી વધારીને 5.75% કર્યો છે.

4/6
image

46 દિવસથી 179 દિવસની વચ્ચે પાકતી FD પર સામાન્ય નાગરિકોને 5.75%ને બદલે 6.25% સુધી વ્યાજ મળશે. આ સમયગાળા માટે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર 6.25% થી વધારીને 6.75% કરવામાં આવ્યો છે.

5/6
image

બેંકે સામાન્ય ગ્રાહકો માટે 10 bpsનો કાર્યકાળ 180 દિવસથી વધારીને 210 દિવસ કર્યો છે. તે 6.50% થી વધીને 6.60% અને વરિષ્ઠ નાગરિકો માટે 7% થી વધીને 7.10% થયો છે. બેંકે એકથી બે વર્ષથી ઓછા સમયની FD પરના વ્યાજ દરમાં 20 bpsનો વધારો કરીને 6.80% થી 7% કર્યો છે.

6/6
image

બે વર્ષથી 3 વર્ષથી ઓછા સમયગાળા માટે બેંકે સામાન્ય ગ્રાહકો માટે દર 6.75% થી વધારીને 7% કર્યો છે. બેંકે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર 7.25% થી વધારીને 7.50% કર્યો છે.