સૌરાષ્ટ્રનો સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળોનો દબદબાભેર પ્રારંભ, અદ્દભૂત તસવીરો જોઈ તમારી જાતને રોકી નહીં શકો!

ગૌરવ દવે/રાજકોટ: સૌરાષ્ટ્રનો સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળો આજથી શરૂ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે. આજ થી પાંચ દિવસ સુધી રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં લોકમેળો યોજવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાંથી લાખોની જનમેદની ઉમટી પડશે. આ લોકમેળાનું નામ ‘આઝાદીના અમૃત લોકમેળો’ આપવામાં આવ્યું છે.
 

1/6
image

લોકમેળાના ઓપનિંગ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. શ્રવણ મહિનામાં રાજકોટ ભગવાન કૃષ્ણ અને પ્રભુ રામના રંગે રંગાયુ છે.

2/6
image

રાજકોટને આજે રામવનની ભેટ મળી છે. ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતો આ લોકમેળો ધબકાર છે. બે વર્ષ બાદ આ વર્ષે લોકમેળો યોજાય રહ્યો છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ આ વખતે લોકમેળાને આઝાદી નો અમૃત લોકમેળો નામ આપવામાં આવ્યું છે.

3/6
image

નોંધનીય છે કે રંગીલા રાજકોટના લોકમેળાને માણવા માટે સૌરાષ્ટ્રભરમાંથી લાખોની જનમેદની ઉમટી પડે છે. કોરોના કાળના બે વર્ષ બાદ આ લોકમેળો યોજાઈ રહ્યો હોય સૌરાષ્ટ્રની ભાતીગળ લોક સંસ્કૃતિની ઝલક દર્શાવતા આ લોકમેળાને માણવા માટે લોકોમાં જબરો ઉત્સાહ છવાઈ ગયો છે.  

4/6
image

લોકમેળામાં લોકોની સલામતી સુરક્ષા માટે પણ વહીવટી તંત્ર દ્વારા ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે. મેળા માટે વહીવટી તંત્ર દ્વારા રુા. ચાર કરોડનો વીમો લેવામાં આવેલ છે. આ ઉપરાંત ચાર જેટલા કંટ્રોલ રુમ, 10 વોચ ટાવર કાર્યરત કરાયા છે. લોકમેળાના ગ્રાઉન્ડને 6 સેક્ટરમાં ડિવાઈડ કર્યું છે. 

5/6
image

સીસીટીવી કેમેરાનો નવો પ્રયોગ કરવામાં આવશે. જેમાં કોઈ ગુનેગાર જોવા મળશે તો તુરંત પોલીસને સીસીટીવી મારફત ખબર પડશે. ગુમ થયેલા બાળકોના ફોટા મોટી સ્ક્રિન પર દેખાડવામાં આવશે. 18 જેટલા પ્લોટ પર પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણેય DCP, ACP, PI, PSI મળી કુલ 1550 જેટલા જવાનો ખડેપગે રહેશે.

6/6
image

લોકમેળામાં પાંચ જેટલા મોતના કૂવા, 33 મોટી ફનરાઇડ્સ, 4 મધ્યમ કક્ષાની રાઈડ્સ, 54 ચિલ્ડ્રન રાઈડ્સ, બે ફૂડ કોર્ટ, 14 ખાણીપીણીના સ્ટોલ, 16 આઈસ્ક્રીમના સ્ટોલ, 210 રમકડાના સ્ટોલ, 30 જેટલી સરકારી સંસ્થાઓના સ્ટોલ, અને 2 કોરોના ટેસ્ટીંગ બૂથ રાખવામાં આવેલ છે.